________________
પિતાના મિત્રે તેમને ઉષ્માપૂર્વક આવકાર્યા. ત્યાંથી તેઓ મેંઘકાગ્રામ ગયા,
જ્યાં રોષના કોઈ જ કારણ વગર એક ગોપ તેના હાથમાં જાડું દોરડું લઈને તેમની તરફ દોડ્યો, પરંતુ તેને સનતકુમાર નામના દેવે અટકાવ્યો.
મહાવીર કૌશાંબી તરફ આગળ વધ્યા અને પોષ મહિનાના કૃષ્ણ પક્ષના પ્રથમ દિવસે તેમણે આ પ્રમાણે કઠિન નિર્ણય કર્યો. “હું એવી
સ્ત્રી પાસેથી દાન સ્વીકારીશ કે જે મૂળભૂત રીતે રાજકુમારી હોય, પરંતુ કમનસીબે દાસી બની હોય, જેનું માથું બોડાવેલું હોય, અને જેના પગમાં બેડીઓ હોય, જે શોકથી ભરપૂર હોય, જેનો એક પગ ઘરની અંદર અને બીજો બહાર હોય, જ્યારે અન્ય ભિક્ષુકો દાનયાચીને પરત આવતા હોય એવા સમયે હું તેની પાસેથી કેવળ એક ખાસ પ્રકારના અડદ જ સ્વીકારીશ અને ત્યાં સુધી હું મારા ઉપવાસ છોડીશ નહીં.”
પ્રત્યેક પ્રભાતે મહાવીર ગામની અંદર ઘેર ઘેર ફરે છે, પરંતુ ભોજનનો સ્વીકાર કરતા નથી. તેમને ગોચરી નહીં મેળવતા જોઈને સામાન્ય રીતે લોકોમાં ચિંતા પેદા થઈ, શ્રીમંત વેપારીઓને ચેતવણી મળી અને રાજવંશી લોકોને ત્રાસ થયો. બધા જ અસ્વસ્થ બની ગયા.
એવામાં જ કૌશાંબીના રાજાએ તેના અગાઉના દુશ્મન દધિવાહન ઉપર આક્રમણ કર્યું કે જે આવી કોઈ બાબતથી અનભિજ્ઞ હતો. રાજા દધિવાહન, તેની પત્ની અને પુત્રીને આક્રમક સેનાની દયા ઉપર છોડીને ઘટનાસ્થળેથી નાસી ગયો.
તેની પત્ની અને પુત્રી રાજવંશી ચાકરના હાથમાં આવ્યાં કે જેણે રાણી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. રાણી પર તેની ઊંડી અસર થઈ અને તે મૃત્યુ પામી. ચાકરે રાજકુમારીને ધનવાહ નામના તે સ્થળના નગરપતિને વેચી. શ્રીમંત વેપારીએ તેણીને તેની પુત્રી તરીકે દત્તક લીધી અને તેણીની તેની પત્નીની સૂશ્રુષામાં તેના ભરોસે છોડી.
મૂળા નામની તેની પત્ની કેવળ મૂર્ણ સ્ત્રી હતી કે જેણે કોઈ નજીવી નિશાનીને કારણે તેણીની ઉપર શંકા કરી કે તેનો પતિ તે કન્યા સાથે પ્રેમમાં હતો અને સ્ત્રીસહજ નબળાઈને કારણે તેણીની ઈર્ષા કરવા લાગી. આ ઈર્ષાળ મુર્ખ સ્ત્રીએ પોતાનો (અલગ) ઉપાય આમાંથી શોધ્યો. તેણે તે કન્યાને ફટકારી, તેને જંજીરોથી બાંધી, તેનું માથું બોડાવ્યું અને જ્યારે તે
- ૧૦૧ -