________________
ઘણા વતનીઓએ તેમની ઉપર આક્રમણો કર્યા. આ જંગલી દેશના નિષ્ઠાવાન (faithful) ભાગમાં પણ તેમને કૂતરાઓ કરડ્યા અને (તેઓ) તેમની પાછળ દોડ્યા. (3)
ઘણા થોડા લોકો આક્રમણ કરવાથી દૂર રહ્યા, કરડકણા કૂતરાઓએ યતિ પર પ્રહાર કરવાનું ચાલુ રાખ્યું, તેઓએ ખૂ— એમ બોલીને (તેમને ઉશ્કેર્યા) કૂતરાઓ તેમને કરડે એમ કર્યું. (4)
આવા (ત્યાંના) રહેવાસીઓ હતા. વેગ્ગાભૂમિમાં બીજા ઘણા ભિખૂઓએ બરછટ આહાર આરોગ્યો અને મજબૂત વાંસ કે લાકડી સાથે લઈને (કૂતરાઓને દૂર રાખવા માટે) ત્યાં રહ્યા. (5)
આમ સાધનસજ્જ થયેલા હોવા છતાં પણ તેમને કૂતરાઓ કરડ્યા અને કુતરાઓ દ્વારા તેઓ ચીરાયા. લાધામાં મુસાફરી કરવી એ ખૂબ જ). કઠિન હતું. (6)
સજીવ પ્રાણીઓ ઉપર લાકડીઓ ઉપયોગ કરવાનું (અર્થાત્ ક્રૂરતા) બંધ કરીને, પોતાના દેહની કાળજી લેવાનું ત્યજી દઈને આવાસવિહીન મહાવીર, આદરણીય વ્યક્તિ ગામડાના કાંટા (અર્થાત કૃષિકારોની અપમાજનક વાણી) સહન કરીને સંપૂર્ણ રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું. (7).
સમરાંગણમાં આગેવાન જેમ હસ્તિ હોય છે તેવા ત્યાં વિજેતા મહાવીર હતા. ક્યારેક લાધામાં (તેમને જવું હતું તેવા) કોઈ ગામમાં તેઓ પહોંચી શક્યા નહીં. (8)
તેઓ કે જે આકાંક્ષાઓથી મુક્ત હતા તે ગામમાં પહોંચ્યા, ત્યાંના રહેવાસીઓ તેમને ગામની બહાર મળ્યા અને એમ બોલીને તેમની આક્રમણ કર્યું કે, “અહીંથી ચાલ્યા જાઓ.” (9).
તેમને લાકડી, મષ્ટિકાઓ, બેધારા અણિયાણા શસ્ત્ર વડે મારવામાં આવ્યા, તેમની ઉપર ફળો, માટીનાં ઢેફાં, ઘડાનાં ઠીકરાં (વગેરે ફેંકીને) વારંવાર પ્રહાર કરવામાં આવ્યા. કેટલાક રડી પડ્યા. (10).
એકવાર તેઓ જ્યારે તેમના દેહને હલાવ્યા ચલાવ્યા વગર બેઠા હતા ત્યારે તેમણે તેમનું માંસ (અથવા તેમની મૂછો) કાપી કાઢ્યું, દર્દજનક રીતે તેમના વાળ ચૂંટી કાઢ્યા અથવા તેમને રેતીથી ઢાંકી દીધા. (ii).
તેમને ઉપર તરફ ફેંકીને પછી તેમને નીચે આવવા દઈને અથવા
- ૧૧૧ -