________________
ક્યારેક છઠ્ઠા ટંકે, આઠમા ટંકે, દસમા ટંકે કે બારમા ટંકે (આહાર) આરોગ્યો. (7)
ડહાપણ સહિત મહાવીરે પોતે કોઈ પાપ કર્યું નહીં, અન્ય કોઈને તેમ કરવાની (પાપ કરવાની) પ્રેરણા આપી નહીં અથવા અન્યનાં પાપો પ્રત્યે પોતાની અનુમતિ આપી નહીં. (8)
નગર કે ગ્રામમાં પ્રવેશ કરીને કોઈ અન્ય માટે તૈયાર કરવામાં આવેલા આહારની તે શુદ્ધ (દોષોરહિત) હોવાની ખાતરી કરીને તેમણે આહારની યાચના કરી. આવેગોને કાબૂમાં રાખીને તેમણે તેનો ઉપયોગ કર્યો. (9)
જ્યારે તેમના માર્ગમાં કે જ્યાં તેઓ યાચના કરવાના હોય ત્યાં ભૂખી ગાયો અથવા તરસ્યાં પ્રાણીઓ ઊભા હોય, અથવા કોઈ તેમને એકીટર વારંવાર જોઈ રહ્યું હોય. (10)
જ્યારે બ્રાહ્મણો કે શ્રમણો કે ભિખુઓ કે અતિથિ કે કોઈ માંસાહારી પ્રાણી, બિલાડી કે કૂતરો તેમના માર્ગમાં ઊભા હોય.(11)
તેમના અંગે વિચારવાનું બંધ કર્યા સિવાય, તેમની તરફ ધ્યાનપૂર્વક જોવાનું ત્યજીને, તે આદરણીય વ્યક્તિએ ધીમેથી આમતેમ ભ્રમણ કર્યું અને કોઈ જ પ્રાણીઓની હત્યા કર્યા વગર તેમણએ આહારની યાચના કરી. (12).
ભેજવાળો કે સૂકો, ઠંડો આહાર, જૂના અડદ, જૂની રાબ અથવા ખરાબ ધાન્ય વગેરે જેવા આહાર જો તે મેળવે કે ન મેળવે તો પણ તે ધનવાન (નિયંત્રણ કરવામાં) છે. (18)
અને મહાવીરે કેટલાંક આસનોમાં (શ્રમપૂર્વક) ધ્યાન કર્યું. નાની સરખી પણ હલચલ કર્યા સિવાય તેમણે ઈચ્છાવિહીન રહીને ઉપર (ચીજોની), માથા ઉપર (above), નીચે, આજુબાજુ જોયા વગર). માનસિક એકાગ્રતામાં રહીને ધ્યાન કર્યું. (14)
તેમણે પાપ અને ઈચ્છાથી વંચિત રહીને, સંગીત (અવાજો) કે રંગોનું વળગણ રાખ્યા વગર, કંઈ જ ખોટું કર્યા વગર, મરણાધીન એવા તેઓએ આજુબાજુ ભ્રમણ કર્યું અને બેદરકારીપૂર્વક કોઈ જ કાર્ય કર્યું નહીં. (15)
પોતે સત્યની સમજ કેળવીને, આવેગોને કાબૂમાં લઈને, આત્માની
= ૧૧૩ -