________________
તેમને ફળ, માટીનું ઢેકું, ઘડાનાં ઠીકરાં વડે વારંવાર મારવામાં આવ્યા (ત્યારે) ઘણા રોઈ પડ્યા.
એક વખત જ્યારે તેઓ હાલ્યા ચાલ્યા વગર બેઠા હતા ત્યારે તેમણે તેમનું (તેમના દેહનું) માંસ કાપી કાઢ્યું, દર્દજનક રીતે તેમના વાળ તોડી કાઢ્યા અથવા તેમને રેતીથી ઢાંકી દીધા.
તેમને ઉપર ફેંકીને પછી નીચે પડવા દીધા અથવા તેમનાં ધાર્મિક આસનોમાં તેમને ખલેલ પહોંચાડી. (8) જીવનનો રાહ : III-12)
તે મહાવીર પર કેવી રીતે અસર કરે છે? આવા ક્રૂર વર્તનની સામે તેમની શી પ્રતિક્રિયા હતી ? મહાવીર દેહનાં બધાં જ પાંચ સ્વરૂપો વિશે સંપૂર્ણપણે જાણતા હતા, જેવાં કે ભૂમિદહો, જલદેહો, અગ્નિદેહો, વાયુદેહો તેમજ વૃક્ષો, બીજ અને અંકુરો. જો સંકુચિત રીતે તપાસવામાં આવે તો તેઓએ અર્થઘટન કર્યું હતું કે જિંદગી નાશવંત છે અને તેથી તેઓ તેમને ઈજા પહોંચાડવાથી દૂર રહ્યા. T-II-12)
અહીં સરખાવો : નિધા રાખું સન્નમૂતેષુ.... ઘH૫૬
સજીવ પ્રાણીઓ સામે લાકડીનો ઉપયોગ કરવાનું બંધ કરવું, દેહની સંભાળ લેવાનું ત્યજવું, આવાસવિહીન મહાવીર - આદરણીય વ્યક્તિ જનપદવાસીઓના કાંટા સહન કરે છે (અર્થાતુ કૃષિકારોની અપમાનજનક વાણી સહન કરે છે.) તેઓ જળ સુદ્ધાં લેતા નથી - 1-10, 1-9, I16, I-14, IV-8)
- સમરાંગણના મોખરે રહેલા હાથી સમાન વિજયી એવા મહાવીર હતા. (III-8) આદરણીય વ્યક્તિએ દેહની સંભાળ ત્યજીને પોતાની જાતને નમ્ર બનાવી અને આકાંક્ષાઓથી મુક્ત રહીને દુઃખો સહન કર્યા.
સમરાંગણને મોખરે રહેલા એક નાયક જે રીતે બધી જ દિશાએથી ઘેરાયેલો (અથવા તેના રક્ષકોથી રક્ષાયેલો) હોય છે તે જ રીતે સર્વ પ્રકારની મુશ્કેલીઓ સહન કરીને મહાવીર નિર્વાણના માર્ગે ગયા. (III-18)
તેઓ પોતે સત્યને સમજીને, આત્માના શુદ્ધિકરણ માટે આવેગોને રોકીને ભ્રમણાઓથી મુક્ત રહીને, તે આદરણીય વ્યક્તિ તેમના સમગ્ર જીવન દરમ્યાન અત્યંત સાવચેત રહ્યા અને અંતિમ મુક્તિને પામ્યા. (IV-16)
= ૧૧૯ જ