________________
કે જેથી તેઓ આવું તદ્દન શાંત જીવન જીવી શકે. (2) અસામાન્ય ઘટનાઓ :
આરામ કરવાની જગ્યાઓમાં ક્યારેય પૂજ્ય વ્યક્તિને પૂછવામાં આવતું કે, તેઓ કોણ હતા? અને શા માટે ત્યાં આવ્યા હતા? જ્યારે તેઓ (આનો) ઉત્તર આપતા નહીં ત્યારે તેઓ તેમની સાથે અત્યંત ખરાબ વર્તન કરતા. (II-11)
કેટલાક માટે તેમણે જે કર્યું તે કરવું) સહેલું નહોતું. તેઓને જેઓ વંદન કરતા તેઓને ઉત્તર નહીં આપવાથી તે પાપી લોકો વડે તેમને લાકડીથી મારવામાં આવતા અને ઠોકવામાં આવતા. (II-T)
તેથી કેટલીકવાર જ્યારે પૂછવામાં આવતું કે તમારી અંદર કોણ છે ? ત્યારે તેઓ (આ રીતે) દુઃખ આપનારાઓને દૂર રાખવા માટે તેઓ ઉત્તર આપતા કે “એ તો હું એક ભિખું છે.” (II-12)
લાથાના વણકેળવાયેલા આદિવાસી દેશોમાં પરિસ્થિતિ બહુ જ ખરાબ બની જતી. (લાવા દેશ ટીકાકારો દ્વારા વૈરાભૂમિ અને સુન્નાભૂમિ એમ બે ભાગોમાં વહેંચવામાં આવેલો છે.)
• (II-8) લાધામાં તેમની સામે ઘણા ભય આવ્યા, ત્યાંના ઘણા વતનીઓએ તેમની ઉપર આક્રમણ કર્યું, આ બરછટ ભીલ પ્રદેશ, આદિવાસી દેશના વફાદાર ભાગમાં પણ તેમને કૂતરાઓ કરડ્યા અને તેમની પાછળ દોડ્યા. | (II-4) ઘણા ઓછા લોકો આ યતિને મારવાથી, કૂતરા કરડાવવાથી અને તેમના પર આક્રમણ કરવાથી દૂર રહ્યા. (પરંતુ દુષ્ટ લોકો) ખૂબૂ એમ બોલીને કૂતરા તેમને કરડે એમ કર્યું. (III-6). જે અન્ય યતિઓ કે જેઓ મજબૂત વાંસ કે લાકડીથી શસ્ત્રસજ્જ હતા તેઓને પણ કૂતરા કરડ્યા અને કૂતરાઓએ તેમને ચીર્યા. લાધામાં મુસાફરી કરવી એ કઠિન હતું.
ક્યારેક તેઓ કોઈ જનપદ (ગ્રામ)માં પહોંચી શક્યા નહીં (III8), તેઓ કે જે વળગણથી મુક્ત હતા તે કોઈ જનપદમાં પહોંચ્યા ત્યારે ત્યાંના રહેવાસીઓ તેમને જનપદની) બહાર મળ્યા અને એમ કહીને તેમની આક્રમણ કર્યું કે, “અહીંથી તમે ચાલ્યા જાઓ.” (III-9)
તેમને લાકડી, મુષ્ટિકા, ભાલા-બરછી વગેરેથી મારવામાં આવ્યા.
= ૧૧૮ -