________________
ઉનાળામાં યાચના કર્યા પછી પાછા ફરીને તેઓ તેમના દેહને ગરમીમાં ખુલ્લો રાખતા અને સૂર્ય (ના તડકા)માં પલાંઠી વાળીને બેસતા.
દિવસના બાકીના સમયે તેઓ મોટા ભાગના સમય માટે પોતાની જાતને અત્યંત કઠિન આસનમાં રાખીને ધ્યાન કરતા. તેઓ દિવસ અને રાત શ્રમપૂર્વક પોતાની જાતને સ્વસ્થ રાખવાની કોશિશ કરીને ધ્યાન કરતા. (II-4) ભોજન પછી તેઓ જરીકે આરામ કરતા ન હતા. બિલકુલ હલનચલન વગર મહાવીર કોઈક આસનમાં રહીને) ધ્યાન કરતા. તેઓ ઉપર, નીચે, બાજુએ રહેલી વસ્તુઓ પર માનસિક એકાગ્રતા રાખીને આકાંક્ષા-ઈચ્છારહિત મુક્ત રહીને ધ્યાન કરતા. (IV-14, I-4, -6)
પરંતુ તેઓ એકાંત જગ્યાઓમાં પણ શાંત સ્થિતિમાં રહી શકતા ન હતા. તેમની આરામ કરવાની જગ્યાઓમાં પણ તેમણે ભયજનક વિવિધ પ્રકારની યાતનાઓ સહન કરવી પડતી. પેટે ચાલનારાં અને ઊડતાં પ્રાણીઓ તેમની ઉપર આક્રમણ કરતાં. (II)
દુષ્ટ લોકો, ગ્રામના ચોકિયાતો અથવા ભાલા-બરછીધારીઓ તેમની ઉપર આક્રમણ કરતા (II-8) તેઓ આનંદદાયક અથવા અપ્રિય ગંધનો અને વિવિધ પ્રકારના અવાજનો સામનો કરતા. અપરિણીત પુરુષ કે સ્ત્રી જેવાં ઘરેલું પ્રલોભનો પણ (તેમની સમક્ષ) હતાં. ટૂંકમાં તેમને ભયજનક અને વિવિધ પ્રકારની આ જગતની અને ત્યાર પછીના જગતની યાતનાઓનો સામનો કરવો પડતો. (II-9)
મહાન વ્યક્તિએ જો કે મજબૂત સંયમમાં રહીને વિવિધ પ્રકારની લાગણીઓ સહન કરી, બેદરકારી અને આનંદ ઉપર વિજય મેળવીને તેમણે ધ્યાન કર્યું. (તેઓ) આકાંક્ષાઓ અને પાપથી મુક્ત હતા અને ધ્વનિઓ તેમજ રંગોનું તેમને વળગણ ન હતું. (II to IV-15)
હંમેશાં સાવચેત રહીને તેમણે ઘાસ, ઠંડી, અગ્નિ, માખીઓ અને મચ્છરો દ્વારા અપાયેલાં દુઃખો સહન કર્યા. (II-1)
પરંતુ રાત્રિનું શું ? શિયાળાની રાત્રે ઠંડી પડતી હશે.
જ્યારે ઠંડો પવન વાય કે જેમાં કેટલાક દર્દ અનુભવે છે તેથી આવાસવિહીન યતિઓ ઠંડી, વરસાદ સામે રક્ષણ કરે એવી જગ્યા શોધે છે. (II-18)
- ૧૧૬ -