________________
શુદ્ધિ કરીને છેવટે તેઓ મુક્ત થયા અને ભ્રમણથી મુક્ત થઈને ભગવાન મહાવીર તેમના સમગ્ર જીવન દરમ્યાન (ઉપરોક્ત બાબતો અંગે) સાવચેત રહ્યા. (16)
નવમા પ્રવચનના અંતને “સાધુતાનું ઓશીકું (Pillow of righteousness) કહે છે.
પ્રથમ ગ્રંથ પૂર્ણ. સૂત્રો મેળવે છે - (હરમન જેકોબીનો સંસ્કૃત અચરંગસૂત્રનો અનુવાદ) (1) આચારાંગ, (2) કલ્પસૂત્ર
હવે પછીના પુરાવાઓ પરથી હું તેમના રોજબરોજના નિત્યક્રમની રચના આપવાનો પ્રયત્ન કરીશ. તેથી આ તેર વર્ષમાં સમાપનમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
(1) રોજબરોજનો નિત્યક્રમ (2) અસામાન્ય ઘટનાઓ (3) આ તેર વર્ષો દરમ્યાન તેમની જિંદગીનો રાહ
(4) સારાંશ (1) રોજબરોજનો નિત્યક્રમ
(અ) ઉતારો : મહાવીર કારખાનાં, સભાગૃહો, વાવડીઓ કે દુકાનો, ક્યારેક યંત્રથી ચાલતાં કારખાનાં કે પરાળની ઝૂંપડીમાં રહ્યા. મહાવીર યાત્રાળુઓના ખંડોમાં. વાટિકાગૃહોમાં, કબ્રસ્તાનોમાં, ત્યજાયેલા આવાસોમાં અને છેલ્લા આશરા તરીકે વૃક્ષોના થડ પાસે રહ્યા. શક્ય હોય ત્યાં સુધી તેમણે સામાન્ય રીતે નગરોની ભાગોળને પસંદગી આપી અને ક્યારેક તેમણે મંદિરમાં આશ્રય શોધ્યો. (શ્લોક ૩, શ્લોક 2).
આદરણીય વ્યક્તિએ (અંગત) આનંદ માટે નિદ્રા લેવાની કોશિશ ન કરી. તેઓ પોતો જાગતા રહ્યા અને વહેલી સવારે નીચે (જમીન પર) પડી રહેવાની કોશિશ કરી. II-6)
તેમને જાણી હતી કે આ દેહ એ કંઈક અશુદ્ધ છે અને તેથી જુલાબ લેવો, વમન કરાવે તેવી દવા લેવી, દાંત સાફ કરવા, સ્નાન કરવું અને સાબુથી વાળ ધોવા વગેરે તેમને યોગ્ય લાગતું નહીં હોવાથી તેમણે પોતાને
- ૧૧૪ -