________________
માટે તેની મનાઈ ફરમાવી.
તેઓ જ્યારે ઉપવાસ પર ન હોય (કારણ IV-7) ત્યારે તેઓ નગર કે ગ્રામમાં પ્રવેશ કરતા, કોઈ અન્ય માટે તૈયાર કરવામાં આવેલા આહારની તેઓ યાચના કરતા, તેમના માટે કંઈ ત્વરાથી તૈયાર કરવામાં આવ્યું હોય તેનો તેઓ ક્યારેય ઉપયોગ કરતા નહીં, IV-9, 1-17, જિનદત્ત-શ્રેષ્ઠિની વાર્તા), તેઓ હંમેશાં શુદ્ધ આહારનો ઉપયોગ કરતા અને અન્ય કોઈના પાત્રમાંથી તેઓ ક્યારેય આહાર કરતા નહીં, અપમાન, અનાદર (થતા હોય ત્યાં) આહાર તૈયાર થતો હોય એવાં સ્થળોએ જવા માટે તેઓ ઉદાસીનતા દાખવતા. ([-18)
તેઓને આહાર અને પીણાંના માપ વિશે પૂરતી જાણકારી હતી, તેમને સ્વાદિષ્ટ આહારની કોઈ અપેક્ષા ન હતી અને તેમણે તેને માટે આતુરતા દર્શાવી નહીં. U-19).
જ્યારે તેઓ તેમની યાચના માટેના પર્યટને જતા ત્યારે તેઓ જરાક બાજુમાં જોતા, જરાક પાછળ જોતા અને જ્યારે કંઈ પૂછવામાં આવે તો મિતભાષી ઉત્તર આપતા. તેઓ ધ્યાનપૂર્વક માર્ગ ઉપર જોઈને ચાલતા. (1-20, IV-3)
ઇન્દ્રિયોની અસરથી રહિત એવા આ બ્રાહ્મણ કેવળ ઓછું બોલીને ભ્રમણ કરતા. 1-8, II-10)
પરંતુ આ રીતે) સાવધાનીપૂર્વક મેળવેલી જરૂરિયાતો પણ જ્યાં સુધી તેમના માર્ગમાં ભૂખી ગાયો, તરસ્યાં પ્રાણીઓ, કોઈ બ્રાહ્મણ, કોઈ શ્રમણ, કોઈ ભિખુ, કોઈ અતિથિ, બિલાડી, કૂતરાં જેવાં કોઈ માંસાહારી પ્રાણી હોય ત્યાં સુધી તે (જરૂરિયાતો) તેમની પોતાની ન હતી. (અર્થાત્ તેઓ પોતે તેનો ઉપયોગ કરતા નહીં.)
તેઓ તેમની (ઉપરોક્ત બાબતોની) ઉપેક્ષા કરતા નહીં. તેઓ સ્વાદિષ્ટ આહારની ઇચ્છા ધરાવતા ન હતા અને (ખાસ કરીને) તેમની સવારની થાળી (ભોજનની) ઘણું કરીને ભેજવાળો કે સૂકો ઠંડો, રૂક્ષરસહીન, આહાર, જૂના અડદ, જૂની રાબ કે ખરાબ ધાન્યની બનેલી હતી. 1-13) તેઓ ભાત, ખાંડેલું જીજીવી ધાન્ય અને અડદ જેવા રૂક્ષ આહાર પર ગુજારો કરતા. (TV-4)
- ૧૦૫ -