________________
તેર લાંબા વર્ષો સુધી શાણા શ્રમણ આ સર્વ સ્થળોમાં હતા. તેમણે રાત અને દિવસ ધ્યાન કર્યું, આ પ્રકારનો શ્રમ કરતાં તેમણે પોતાની જાતને મહેનતુ અને અવિક્ષેપિત રાખી. (4)
આદરણીય વ્યક્તિએ પોતાની જાતને પ્રદર્શિત કરીને આનંદ માટે થઈને લેવામાં આવતી નિદ્રાનો ત્યાગ કર્યો. તેઓ પોતે જાગૃત અવસ્થામાં રહ્યા અને ખૂબ જ ઓછી નિદ્રા લીધી. (ઇચ્છાઓથી મુક્ત). (15)
જાગીને ફરીથી આદરણીય મહામાનવે નીચે પડ્યા રહીને તેમની જાતને કામમાં લીધી, રાત્રિ દરમ્યાન એક વખત તેઓ બહાર જતા, તેઓ એક કલાક સુધી આમતેમ ચાલતા. (6)
તેમના આરામ કરવાના સ્થળોએ ભય અને અન્ય અનેક પ્રકારનાં ભારે સંકટો વેક્યાં, પેટે ચાલતાં અને ઊડતાં પ્રાણીઓએ તેમની ઉપર આક્રમણો કર્યા. (7) | દુષ્ટ લોકો, ગામના ચોકિયાતો અથવા ભાલા-બરછીધારીઓએ તેમની પર આક્રમણો કર્યા અથવા અપરિણીત સ્ત્રી કે પુરુષના રૂપમાં ઘરેલું પ્રલોભનો પણ હતાં. (8)
ભય અને વિવિધ પ્રકારની ભારે આપત્તિઓ આ દુનિયામાં કે પછીની દુનિયામાં (હતી). આનંદદાયક અને અપ્રિય વાસ અને વિવિધ પ્રકારના અવાજો (હતા.) (9)
હંમેશાં સુનિયંત્રિત એવા તેમણે અનેક પ્રકારની લાગણીઓ સહી. બેદરકારી અને આનંદને પરાજિત કરીને બ્રહ્માએ આમતેમ ભ્રમણ કર્યું, તિઓ) અત્યંત ઓછું બોલતા. (10)
એક વખત રાત્રે તેમના આરામ કરવાના સ્થળે એકાકી પરિભ્રમણકારોએ તેમને પૂછ્યું, (તે કોણ હતા અને તેઓ ત્યાં શા માટે આવ્યા હતા ?) પરંતુ તેમણે તેનો ઉત્તર આપ્યો નહીં, તેથી તેમણે (પલા લોકોએ) તેમની સાથે ખરાબ વર્તાવ કર્યો, પરંતુ તેમણે રોષથી મુક્ત રહીને તેઓ તેમના ધ્યાનમાં મગ્ન રહ્યા. (11)
(ક્યારેક ક્યારે પૂછવામાં આવે ત્યારે મહામુશ્કેલીઓને નિવારવા માટે) તારી અંદર કોણ છે ? તેમણે ઉત્તર આપ્યો, “તે હું એક ભિક્ષુક છું.” પરંતુ આ એક સર્વ શ્રેષ્ઠ નિયમ છે કે ગમે એટલી ખરાબ રીતે તમારી
- ૧૦૯ -