________________
આવે છે, જે કંઈ પાપમય છે તે આદરણીય (મહા)માનવે કર્યા વગર છોડી દીધું. તેમણે શુદ્ધ આહારનો ઉપયોગ કર્યો. (17)
તેમણે અન્યનાં વસ્ત્રનો ઉપયોગ કર્યો નહીં કે તેમણે અન્યના પાત્રમાં આહાર લીધો નહીં, જ્યાં આહાર તૈયાર થતો હતો એવાં સ્થળોએ જ્યાં અપમાન, અનાદર થતો હોય ત્યાં જવામાં તેમણે ઉદાસીનતા દાખવી.
(18).
આહાર લેવામાં તેમજ (જળ વગેરે) પીવામાં તેનું માપ જાણીને તેમણે સ્વાદિષ્ટ આહારની ઇચ્છા કરી નહીં, કે તેને માટે આતુરતા દર્શાવી નહીં. સંન્યાસીએ તેની આંખો ચોળવી જોઈએ નહીં કે શરીરને ખંજવાળવું જોઈએ નહીં. (19)
થોડુંક બાજુએ જોઈને, થોડુંક પાછળ જોઈને અને પૂછવામાં આવ્યા છતાં તેનો થોડોક ઉત્તર આપીને તેણે તેના માર્ગ ઉપર ધ્યાનપૂર્વક જોઈને ચાલવું જોઈએ. (20)
જ્યારે શિયાળો અડધો પસાર થઈ જાય, આવાસવિહીન એવા તેણે પોતાનો ઝભ્ભો (વસ્ત્ર) ત્યજી દેવો જોઈએ અને પોતાના હસ્ત ફેલાવીને અને વૃક્ષના) થડને અઢેલીને નહીં બેસીને તેણે પરિભ્રમણ કરવું જોઈએ. (21)
શાણા શ્રમણે હંમેશાં અનુસરવો જોઈએ એવો આ નિયમ છે, પૂજ્ય વ્યક્તિ કે જે વળગણોથી મુક્ત છે તે આ પ્રમાણે આગળ વધે છે. (યતિઓ). આ પ્રમાણે હું કહું છું. (22) દ્વિતીય ઉપદેશ :
જે કોઈ વિવિધ બેઠકો અને ખાટલીઓ વર્ણવવામાં આવી હોય, મહાન નાયકે (તે પૈકી) જેનો પણ ઉપયોગ કર્યો હોય એવી આરામ કરવા માટેની જગ્યાઓ માટે આ રીતે મનાઈ કરવામાં આવી છે. (1)
તેમણે ક્યારેક પરાળની ઝૂંપડીઓમાં મુકામ કર્યો હતો. (2)
તેમણે ક્યારેક યાંત્રિકોના ખંડોમાં, વાટિકાગૃહોમાં કે નગરોમાં, ક્યારેક કબ્રસ્તાનમાં, ત્યજી દીધેલા આવાસોમાં કે વૃક્ષના પાયામાં નિવાસ કર્યો હતો. (8)
- ૧૦૮ -