________________
પ્રથમ ઉપદેશ :
મેં સાંભળ્યું છે તે મુજબ, હું કહીશ કે આ આદરણીય સંતે તેમની જાતને પ્રદર્શિત કરીને અને ધ્યાન ધરીને, તે શિયાળાની ઋતુમાં પ્રવેશ કરીને પરિભ્રમણ કર્યું. * “હું મારી જાતને પેલા વસ્ત્ર (ઝભ્યા)માં લપેટીશ નહીં.” (ઇન્ડે આપેલા દેવી વસ્ત્રમાં) કેવળ શિયાળામાં જ તેઓ તેનો ઉપયોગ કરતા હતા. બાકીના જીવન માટે તેઓ સંસારને પાર કરી ગયા હતા. આ પરિવેશને નકારવો તે) તેમના સિદ્ધાંત સાથે સુસંગત છે. (1) ક આ બધા સંદર્ભો Jacobiના આચારંગસૂત્રમાંથી લેવામાં આવેલા છે.
ચાર મહિના કરતાં પણ વધારે સમય માટે ઘણા પ્રકારનાં સજીવ પ્રાણીઓ તેમના દેહ ઉપર એકત્ર થયાં, તેના ઉપર પેટે ઘસડાઈને ચાલવા લાગ્યાં, અને ત્યાં દર્દ પેદા કરવા લાગ્યાં. એક વર્ષ અને એક મહિના માટે તેમણે પોતાનું વસ્ત્ર (ઝભ્યો) છોડ્યું નહીં. તે સમય પછી આ આદરણીયે તે વસ્ત્ર છોડ્યું અને જગતને છોડીને તેઓ નિર્વસ્ત્ર અને આવાસવિહીન બની ગયા. (સંન્યાસી) (3) - ત્યાર બાદ તેમણે તેમની સામે આવેલી માનવના જેટલી લંબાઈની ચોરસ જગ્યા પર તેમનાં ચક્ષુઓ કેન્દ્રિત કરીને ધ્યાન કર્યું. ઘણા લોકો ત્યાં એકત્ર થયા, તેમને જોઈને તેમને આંચકો લાગ્યો, તેઓ આઘાત પામ્યા અને રડવા લાગ્યા. (4)
જાણીજોઈને (અને ઉચ્ચારણ કરીને) તેમની જોડે મહિલાઓ પણ ભળીને તે જગ્યાઓમાં એકત્ર થયાં. તેઓમાંથી પોતાનો રસ્તો કાઢીને તેમણે ધ્યાન કર્યું અને બોલ્યા, હું દુન્યવી જીવન જીવીશ નહીં. (5) બધા જ ગૃહસ્થોની સોબત છોડી દઈને તેમણે ધ્યાન કર્યું. તેમને પૂછવામાં આવ્યું તેનો તેમણે કોઈ ઉત્તર આપ્યો નહીં, તેઓ ચાલ્યા અને રાત્રિમાર્ગનો તેમણે ત્યાગ કર્યો નહીં. (6)
(તેમણે જે કર્યું તે) કેટલાક માટે સહેલું ન હતું જેમ કે જેઓ વંદન કરે તેમને પણ ઉત્તર નહીં વાળવા. પાપી લોકો દ્વારા તેમને લાકડીઓ વડે મારવામાં આવ્યા. (7)
તેની અવગણના કરવી તે જરાક સહન કરવું મુશ્કેલ હોવા છતાં
- ૧૦૬ -