________________
*
ભરોસે છોડીને ગયો, પરંતુ મહાવીરે તેના તરફ ધ્યાન આપ્યું નહીં. પાછા આવીને જ્યારે ગોપે તેના બળદો ન જોયા ત્યારે તે મહાવીર તરફ ઝનૂની બની ગયો અને જીવનચરિત્રકારો કહે છે તેમ તેણે તેમના કાનમાં ખીલા ઠોકી દીધા. આ સ્થિતિમાં તેઓ અપાપા ગયા, ત્યાં સિદ્ધાર્થે તેમને દાન આપ્યું. સિદ્ધાર્થનો મિત્ર કે જ્યાં તે હાજર હતો તે એક ખ્યાતનામ વૈદ્ય હતો. તેણે મહાવીરને જોયા અને તેને લાગ્યું કે તેઓ કોઈ દર્દથી પીડાતા હતા. તેણે કારણ શોધી કાઢયું. આ જોઈને સિદ્ધાર્થને ઊંડું દુઃખ થયું અને તેણે તેના મિત્રને તે (ખીલા) કોઈ પણ કિંમતે બહાર કાઢવા માટે કહ્યું. જ્યાં મહાવીર બેઠા હતા ત્યાં તેઓ ગયા.
આ બનાવ એક અગત્યની હકીકત સ્પષ્ટ કરે છે કે બોડાવેલા મસ્તકવાળા જૈન સાધુઓને અપશુકનિયાળ ગણવામાં આવતા હતા અને અન્ય જ્ઞાતિઓ દ્વારા તેમનો અનાદર અને તિરસ્કાર કરવામાં આવતો હતો અને એટલે અંશે આ વાર્તામાં વાસ્તવિકતા છે.
યોગ્ય સાવચેતીઓ લઈને વૈધે ખીલા તેમના કાનમાંથી બહાર કાયા.
અહીં આખીયે વાર્તાને જીવનચરિત્રકારો માનવીય સ્પર્શ આપે છે અને કહે છે કે મહાવીર પણ તે સમયે મોટેથી દર્દભરી ચીસ પાડી અને એટલે અંશે તેમના કથનની સચ્ચાઈ કોઈ પણના મનનું સમાધાન કરે છે.
પરંતુ આ સર્વજ્ઞતા પ્રાપ્ત કરતાં પહેલાંની અંતિમ પરાકાષ્ઠાની છેલ્લી યાતના હતી. મહાવીર જંબુકા આવ્યા. ગામના પાદરમાં રાજુવાલુકા નદીની ઉત્તરે શ્યામકા નામના એક ગૃહસ્થની માલિકીનું ખેતર હતું. આ ખેતરમાં વેત્તા નામનું મંદિર હતું. આ મંદિરની ઈશાન ખૂણે સાલનું એક વૃક્ષ હતું. મહાવીર ત્યાં એક અત્યંત કઠિન આસનમાં બેઠા.
અહીં આ સ્થળે દિવસના ચતુર્થ પ્રહરમાં મહાવીરને પ્રકાશ દેખાયો અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, જે અવરોધવિહીન, અનંત, સર્વદષ્ટિએ સંપૂર્ણ અને મુક્તિ (મોક્ષ)ની પ્રતિકૃતિરૂપ હતું.
તેઓ અઢારેય દોષોમાંથી મુક્ત થયા અને ત્રણે લોકમાં સર્વે પ્રાણીઓની ગતિવિધિને જોઈ શકવા માટે સમર્થ બન્યા. તેમનાથી કંઈ જ (હવે) છાનું ન હતું. તેમને માટે પ્રકાશ-અંધકાર વગેરે સર્વ અદશ્યમાન
- ૧૦૪ -