________________
સાથે) વર્તવામાં આવે તો પણ શાંતચિત્તે ધ્યાન કરો. (12)
જ્યારે ઠંડો પવન ફૂંકાય છે ત્યારે કેટલાક દર્દ અનુભવે છે, તેથી કેટલાક આવાસવિહીન સાધુઓ ઠંડા વરસાદમાં તેમને પવનથી રક્ષણ આપે એવું સ્થળ શોધે છે. (18)
(કેટલાક પાખંડી સાધુઓ કહે છે, “અમે વધારે વસ્ત્રો ધારણ કરીશું, લાકડાથી અગ્નિ પેટાવીશું અથવા સારી રીતે આચ્છાદિત રહીશું. એમ ઠંડીની અત્યંત દુઃખદાયક અસર વેઠવા માટે સક્ષમ બનીશું.” (14)
પરંતુ સન્માનીય વ્યક્તિએ આ પ્રકારના કશાયની ઇચ્છા રાખી નહીં. નિયંત્રણમાં મજબૂત રહીને, બધા જ આશ્રય હોવા છતાં તેમણે (આ સવ) સહન કર્યું. રાત્રિ દરમ્યાન એક વખત બહાર જઈને પવિત્ર વ્યક્તિ બધી જ મુશ્કેલીઓ શાંતિથી વેઠવા માટે સક્ષમ હતા. (15)
આ એક નિયમ છે કે જે શાણા શ્રમણે હંમેશાં અનુસરવાનો છે. આદરણીય વ્યક્તિ કે જે વળગણોથી મુક્ત હતા તેઓ આ રીતે આગળ વધ્યા. (યતિઓ) આમ હું કહું છું. (16) તૃતીય ઉપદેશ :
હંમેશાં સાવધ એવા તેમણે ઘાસ, ઠંડી, અગ્નિ, માખીઓ અને મચ્છરોને કારણે અને અન્ય અનેક રીતે પેદા થયેલાં દુઃખો તેમણે સહન કર્યા. (1)
તેમણે લાધાના માર્ગોવિહીન દેશમાં વેગ્ગાભૂમિ અને સુન્નાભૂમિમાં યાત્રા કરી, તેમણે ત્યાં દુઃખદાયક શૈય્યાઓ અને બેઠકોનો ઉપયોગ કર્યો. (2)
(1) વેગ્ગાભૂમિ અને સુન્નાભૂમિ એ ટીકાકારોના મતે લાધા (પ્રદેશ)ના બે ભાગ છે. મને લાગે છે કે લાધા એ શાસ્ત્રીય રાધા કે પશ્ચિમ બંગાળ અને બાહ્મણવાદીઓના લાલા કે જે શ્રીલંકાના દંતકથારૂપ વિજેતા વિગાયાના વતનનો દેશ છે તેના જેવું જ છે. સુન્નાભૂમિ એ કદાચ સુબમાઓનો દેશ છે કે જેઓ રાધા સાથે સામ્ય ધરાવે છે.
(2) ટીકાકાર લુખ્ખા - દેશી - ભટ્ટે એ શબ્દોને એવા અર્થમાં સમજતા હોય એમ લાગે છે કે ત્યાંની – રહેણીકરણી પણ બરછટ હતી કારણ કે તેઓ સુતરને બદલે ઘાસનાં કપડાં પહેરતા હતા.
લાધામાં તેમને ઘણા ભયો (તેમની તરફ) આવી પડ્યા. (ત્યાંના)
- ૧૧૦ -