________________
હતું. ઉપસંહાર :
આપણે મહાવીરના પૂર્વકેવળી સમયગાળાની બહાર નીકળીએ તે પહેલાં તેની પ્રશંસા કરવી આવશ્યક છે. આ બાબતનું સમર્થન કરવા માટે એક આંતરિક અને બીજો બાહ્ય એમ બે પુરાવા છે. આંતરિક પુરાવો એ છે કે સોમ બ્રાહ્મણ પૂર્ણ શબ્દોમાં મહાવીરના પરિભ્રમણને વર્ધમાનના વડીલબંધુ નંદિવર્ધન સમક્ષ વર્ણવે છે. ત્રણે લોકના અધિષ્ઠાતા સંખ્યાબંધ ભૂતના સંચારવાળાં ઘરોમાં અને ત્યાં રોડોહિકા નામના કઠિન આસનમાં રહે છે.
ક્યારેક ભગવાન તેમની જાતને વિરાસનમાં રાખીને અને મધ્યાહ્ન સમયે સૂર્યની સામે મુખ રાખીને અને શ્વાસ પણ રોકીને સ્મશાનમાં ૨હે છે. નગરના પાદરમાં તેઓ કાર્યોત્સર્ગમાં રહે છે.
ક્યારેક તેઓ કોઈ પણ કારણ વગર રોષે ભરાયેલા યક્ષે આપેલી પરાકાષ્ઠાની યાતનાઓ સહન કરે છે.
ક્યારેક તેઓ પાંચ ટંકના, ક્યારેક સાત ટૂંકના તો ક્યારેક પંદર દિવસના ભોજનનો તેઓ ત્યાગ કરે છે. (અને અહીં દર્શાવ્યું નથી, પરંતુ ક્યારેક તેઓ છ મહિના માટે ભોજનનો ત્યાગ કરે છે.) તેઓ તેમનું ભોજન નીચલા સ્તરના પરિવારોમાં દાન યાચીને મેળવે છે. તેઓ લુચ્ચા, નાલાયક અને અભાગિયા-નીચ લોકો દ્વારા તેમને અપાતી પરાકાષ્ઠાની યાતનાઓ સહન કરે છે. પરંતુ ગમે તેવી મોટામાં મોટી કમનસીબ ઘટના પણ જ્યારે તેમની પાસે પહોંચે છે ત્યારે તે તેની તીવ્રતા ગુમાવી દે છે. ક્યારેક દેવો પણ તેમની પૂજા કરે છે.
પરંતુ આવી મહાન વ્યક્તિનું જીવન, હું નહીં પરંતુ જેઓ તેમના જેવા (મહાન) હોય તે જ સમજી શકે છે. (અહીં ગ્રંથમાંથી અર્ધમાગધીના ફકરાનો સંદર્ભ ઉતારવો.)
આથી આગળ તેના સમર્થનમાં બાહ્ય પુરાવો આપશે આચારંગ સૂત્રમાંથી મેળવી શકીએ છીએ. મહાવીરના પરિભ્રમણોની આપણે કદર કરીએ તે પહેલાં તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો આવશ્યક છે. (પાના નં. 79થી 87 from Jacobi આચારંગસૂત્રપાના નં.329થી 331).
~ ૧૦૫ ~