________________
આ બધા જ દિવસો દરમ્યાન ગોચરી માટે નીકળી જતા હતા અને શા માટે તેમણે યોગ્ય સમયની રાહ ન જોઈ ?
કદાચ તે શક્ય છે કે મહાવીરે એવો નિર્ણય કર્યો હોય કે તેઓ માત્ર અત્યંત ભક્તિભાવપૂર્વક આપેલી ભિક્ષા સ્વીકારશે. તે દિવસોમાં આ બાબત એટલી અસામાન્ય ન હતી. આસપાસ બધે જ ભ્રમણ કરવા છતાં દાન આપવા માટેનો સાચો ભક્તિભાવ અદ્વિતીય નિખાલસપણે તે શોધી શક્યા નહીં અને તેથી) તેમણે તે (દાન) સ્વીકારવાની ના પાડી.
આ સ્ત્રી કે જે તેમનો નિર્ણય જાણતી ન હતી, પરંતુ તેણીએ અત્યંત ચિંતાતુર થઈને તેમને દાન અર્પણ કર્યું. તેણીને ભય હોવો જોઈએ કે મહાવીર તેણીનું દાન સ્વીકારવાની ના પાડશે અને તેના મનમાં આવી ચિંતા સાથે, પોતાની આંખમાં અશ્રુઓ સાથે ઊંડી દિલગીરીને કારણે તેણીના રૂંધાઈ ગયેલા કંઠ સાથે તેણીએ તેમને દાન અર્પણ કર્યું. મહાન વ્યક્તિએ તે સ્ત્રીની સચ્ચાઈને જોઈને અને તેણીના ભક્તિભાવથી પ્રભાવિત થઈને તેમણે દાન સ્વીકાર્યું. તેણીની સચ્ચાઈ અને ભક્તિભાવે મહાવીર ઉપર એટલી (ઊંડી) અસર કરી કે તેમણે સર્વશતા પ્રાપ્ત ર્યા પછી પણ તેમણે તેણીને બધી જ સ્ત્રી શિષ્યાઓમાં મોખરાનું સ્થાન આપ્યું.
મહાવીર ત્યાંથી વિદાય થયા અને સુમંગલ નામના ગામમાં આવ્યા. ત્યાંથી સક્ષેત્ર અને પછી પાલકા આવ્યા. અહીં આ સ્થળે જાતે વણિક એવા ધનિયા (નામની વ્યક્તિ)એ તેમને અપશુકનિયાળ ગણાવ્યા. ત્યાર પછી તેઓ દેશવ્યાપી યાત્રા માટે ચાલી નીકળ્યા, જે ખાસ કરીને યતિઓ માટે સામાન્ય હતું.
પછી મહાવીર ચંપામાં આવ્યા. ત્યાં તેઓ સ્વાદીદત્ત નામના બ્રાહ્મણને ત્યાં રહ્યા. ત્યાં તેમણે તેની સાથે તે સમયના ચર્ચાસ્પદ મુદ્દાઓ વિશે વાર્તાલાપ કર્યો અને તેનાથી બ્રાહ્મણનો આત્મા પ્રસન્ન થયો.
ત્યાં વર્ષાઋતુ ગાળીને તેઓ જામ્ભસુકા અને ત્યાંથી મેધાકા આવ્યા. આ બંને સ્થળે દેવોએ તેમને અંજલિઓ આપી. ત્યાર બાદ તેઓ શામણી ગયા.
આ સ્થળે તેમણે તેમના જીવનનું સૌથી વધારે કાતિલ દુઃખ સહન કર્યું. તેમના પરિભ્રમણના પ્રારંભમાં જ એક ગોપ (તેના) બળદો તેમના
- ૧૦૩ -