________________
આ બનાવ પછી જ્યારે મહાવીર વાલુકાગ્રામ જતા હતા, ત્યારે તેમને રેતીમાંથી પસાર થવાનું હતું ત્યાં રસ્તામાં તેમને 5000 ચોરો મળ્યા, કે જેઓ તેમની પાસે લૂંટવા જેવું કશું નહીં જોઈને ખીજાયા હશે અને તેમની ઉપર ક્રૂર અટકચાળાં કર્યાં હશે.
છ મહિનાના ઉપવાસ પછી મહાવીર ગોચરીની યાચના કરવા માટે ગોપની લોઢી પાસે આવ્યા હશે, જ્યાં તેમને ગોવાળણે દૂધ આપ્યું હશે.
(11મા ચોમાસે) ત્યાર પછી મહાવીર અલાલિકા, શ્વેતામ્બી, શ્રાવસ્તી, કૌસામ્બી, વારાણસી, રાજગૃહ અને મિથિલા (વગેરે સ્થળોએ) થઈને વૈશાલી તરફ આગળ વધ્યા.
આ બધી જ જગ્યાઓએ કેટલાક દેવો દ્વારા તેમની પૂજા-અર્ચના કરવામાં આવી. અત્રે નોંધવા જેવો એક જ મુદ્દો એ છે કે કૌશામ્બીમાં સૂર્ય અને ચંદ્ર નીચે ઊતરી આવ્યા અને મહાવીરને અંજલિ આપી. જૈન ધર્મગ્રંથો પોતે આચાર્ય તરીકે બોલતા હોય એમ આને ચમત્કાર કહે છે. હું પોતે એમ વિચારતો નથી કે આવી કોઈ બાબત શક્ય હોય. વધુમાં વધુ એમ હોઈ શકે કે તે જગ્યાએ વસતા દેવો અથવા દેવો જેમના પર કાબુ ધરાવતા હોય તેઓ (માણસો)એ મહાવીરનો આદર કર્યો હોય, પરંતુ વ્યક્તિગત રીતે સૂર્ય અને ચંદ્ર પૃથ્વી ઉપર નીચે ઊતરી શકે નહીં.
વૈજ્ઞાનિક રીતે પણ એ ખરું લાગે એવું નથી, કારણ કે સૂર્યના પૃથ્વી પરના અવતરણે તેને પૃથ્વીને) સમૂળગી સળગાવી દીધી હોય.
આમાંથી સત્યનો કોઈ અંશ આપણે લઈ શકીએ એમ હોય તો તે એ છે કે હવે મહાવીર સર્વ હસ્તીઓ - મૃત્યુલોકનાં માનવીઓ અને દેવો સુદ્ધાંનાં વંદન સ્વીકારવાને લાયક બન્યા હતા. તેઓ તેમનાથી અત્યંત વધારે શ્રેષ્ઠ (બન્યા) હતા કારણ કે તેઓ તે જમાનાના લોકોની કલ્પનામાં વસ્યા હતા. (સ્કંદ ઉત્સવ, સ્કંદ પ્રતિમા – એ તેમનો આદર કર્યો જે માની ન શકાય એવું હતું.)
ઉપર દર્શાવેલાં સ્થળો પૈકીનું અંતિમ સ્થળ વૈશાલીમાં સમરવાટિકામાં બલદેવ મંદિરમાં મહાવીરે વર્ષાઋતુ ગાળી.
હવે આ નગરમાં જિનદત્ત નામનો એક શ્રીમંત વેપારી રહેતો હતો, જે જિર્ણશ્રેષ્ઠિ તરીકે પણ ઓળખાતો હતો, કારણ કે તેનું ધન ઘટતું જતું