________________
ઈચ્છે છે અને તેથી જ તેઓએ તેમાં ઈન્દ્રનો હસ્તક્ષેપ કરાવ્યો નથી.
હવે આપણે કાવ્યમય અતિશયોક્તિમાંથી સત્ય તારવવા પ્રયત્ન કરીશું. એમ માનવું એ સાંભળતાં જ સંપૂર્ણ ખરું લાગે એવું છે કે જ્યારે મહાવીર માત્ર એકલા જ એવી જગ્યાએ તપ કરતા હતા કે જ્યાં મ્લેચ્છો રહેતા હતા, તેમનાં જ કેટલાક દુષ્ટ લોકોએ તેમના ઉપર એક વાઘ અથવા એક કૂતરો છોડી મૂક્યો અને ગ્રંથોએ સ્વીકારી લીધું. એ સર્વથા અશક્ય નથી કોઈ તેમના જીવનનો અંત આણવા માટે પ્રયત્ન કરતું હતું.
એમ માનવું સાંભળતાં એટલું જ ખરું લાગે એવું છે કે ચક્રવાત આવ્યો હશે, કીડીઓ અને મચ્છરોએ એમને ત્રાસ આપ્યો હશે, જંગલી પ્રાણીઓએ ક્યારેક અથવા અન્ય કોઈ સમયે તેમની ઉપર હુમલો કર્યો હશે. સાથે સાથે આપણે એમ પણ માની શકીએ કે કોઈ મ્લેચ્છ રાજાએ આ માણસ પોતાની અસામાન્ય શક્તિઓની મદદથી તેની ગાદી છીનવી લેશે એમ વિચારીને તેમની ઉપર ચક્રની મદદથી આક્રમણ કર્યું હશે.
પોતાનાં પરિવારજનોની રડારોળ અને વિલાપની વચ્ચે મહાવીરને સંસારત્યાગ કરવો ખરેખર અત્યંત અઘરો લાગ્યો હશે.
પરંતુ આવા મહાવીરના જીવન સાથે સંબંધિત ન હોય તેવા ભયને સ્વીકારી લઈએ તો કે જે સર્વથા અશક્ય ન હતા તેમ છતાં એમ માની શકાય કે આ બધાં જ આક્રમણો એક જ વ્યક્તિ દ્વારા અને એ જ રાત્રિએ કરવામાં આવેલાં હોવાં જોઈએ, અને તે જ વ્યક્તિમાં અકલ્પનીય ક્રૂરતા હોવી જોઈએ. (અચરંગસૂત્ર). જો તે રાક્ષસ હોય અને દેવ ન હોય તો પણ તેનામાં આટલી બધી ક્રૂરતાની અપેક્ષા હોવી એ માની શકાય તેમ નથી.
એકાકી વ્યક્તિ આવી એક કે બે મહાવ્યથાઓ આપ્યા પછી અટકી જવી જોઈએ અને માત્ર તેમના (મહાવ્યથાઓના) દર્શન માત્ર પણ કોઈ વ્યક્તિને તેની જિંદગીથી વંચિત કરી દેવા માટે પૂરતાં થઈ પડે એમ છે.
પરંતુ એક સાથે આપવામાં આવેલી) આવી બધી જ પરાકાષ્ઠાની યાતનાઓ કેવળ ભગવાન મહાવીરને (મહાવીર)ને ગૌરવાન્વિત બનાવવા માટેનો કાવ્યમય અતિશયોક્તિયુક્ત પ્રયત્ન છે અને આપણે એ જ દષ્ટિબિંદુથી વધારેલી મહાવ્યથાઓ) તેનો અભ્યાસ કરવો જોઈએ.