________________
અસંખ્ય છે જ્યારે ઇન્દ્ર પોતે પણ ઋષિઓના તપથી ચિંતાતુર બનીને સાચાં કે ખોટાં સાધનો વડે તેમને લંક લગાડવાનો પ્રયત્ન કરે છે.
વિશ્વામિત્રનું દૃષ્ટાંત અત્યંત જાણીતું છે અને તે આ મુદ્દા માટે દૃષ્ટાંતરૂપ છે. દેવે મોક્લેલી મેનકા નામની અસરાની મદદથી તેઓ ગેરમાર્ગે દોરવાયા હતા. (તપ ભંગ થયા હતા.)
તે જ રીતે અત્યંત પ્રેમથી મારા તેની પોતાની જ પુત્રીઓને (રાગ, દ્વેષ, મોહ વગેરેને) સમાન હેતુથી મોકલે છે, પરંતુ ગંભીર રીતે વિચારતાં આપણને લાગે છે કે એ શક્ય છે કે દેવો તેમની કિંમતી શક્તિઓ કોઈ વ્યક્તિને તેના લક્ષ્યમાંથી અને ખાસ કરીને જ્યારે તે લક્ષ્ય સંપૂર્ણ મુક્તિ (મોક્ષ) અથવા તો સર્વમાનવ પ્રાણીઓનું સંપૂર્ણ ભલું કરવાનું હોય તેમાંથી (લક્ષ્યમાંથી) અન્ય દિશામાં વાળવા માટે વાપરે છે.
આવી વાર્તાઓ પછી તે બ્રાહ્મણશાસ્ત્રની, બૌદ્ધોની કે જેનોની હોય તો પણ તે બધી જ બનાવટી છે. સત્ય એ છે કે સામાન્ય મત્સ્ય માનવી કે જે મહામાનવ બનવાનો પ્રયત્ન કરે છે તેણે સાધારણ તીવ્ર ઈચ્છાઓ અને સ્થાનિક સામાન્ય પ્રલોભનોથી ઉપર ઉઠવાનું હોય છે, તેને પોતાના મનોવિકારોનો સંપૂર્ણ કાબૂમાં લઈ ન શકે તો પણ તેના પર પ્રભુત્વ જમાવવાની જરૂરિયાત અંગે ભય હોય છે. તેણે અબાધિત સહનશીલતા અને સર્વશ્રેષ્ઠ એકાગ્રતા પ્રગટાવવાં જોઈએ. આવા મનુષ્યોને સંજોગો (અને નહીં કે દેવો) પોતે જ પ્રલોભનો અને મહાવ્યથાઓ પૂરાં પાડે છે અને મહાન વ્યક્તિઓ સ્વસ્થતાપૂર્વક તેમનો સામનો કરે છે. અને જે આપણી સમક્ષ રજૂ થાય છે તે કેવળ તેમની અતિશયોક્તિયુક્ત, કાવ્યમય રજૂઆત છે.)
બધી જ મહાન વ્યક્તિઓ તેઓ જ્યારે ખરેખર મહાન બને છે ત્યારે તેમણે કષ્ટનો સામનો કરવો જ પડે છે અને જ્યારે તેઓ સફળતાપૂર્વક અગ્નિપરીક્ષામાંથી પસાર થાય છે ત્યારે ખરેખર તેઓ મહાન કહેવડાવવાને લાયક બને છે.
મહાવીર પોતે પણ આવી જ અગ્નિપરીક્ષામાંથી પસાર થયા હતા અને તેનો સામનો કર્યો હતો, તે માટે કોઈ જ શંકા નથી, પરંતુ જે રજૂઆતો આપણી સમક્ષ થઈ છે તે અન્ય કશું નહીં પરંતુ કાવ્યમય અતિશ્યોક્તિ છે. જીવનચરિત્રકારો આ રજૂઆતને તેની અતાર્કિક પરાકાષ્ઠા સુધી લઈ જવા