________________
લીધો હતો તે દેવે આ બંને પદ્ધતિઓ અજમાવી. તેની હકૂમતમાં રહેલાં સર્વસાધનો વડે તેણે મહાવીરને મહાવ્યથા પહોંચાડી. (આનાં) વર્ણનો આપણાં રોમ ખડાં કરી દે છે. મહાવીર તરફ તીવ્ર બદલાની ભાવના રાખતા સંગ્રામકદેવ, તેમની મંડળીમાંના આગેવાન વ્યક્તિઓએ રોકવા છતાં બોલવાનું શરૂ કર્યું, “તે કોણ છે? હું તેની આજે જ ખબર લઈ નાખીશ.” અને આવા સોગંદ લેતાં તેઓ અત્યંત ગુસ્સે થઈ ગયા. રેતીની આંધી પેદા કરી, મહાવીર તેની નીચે લગભગ દટાઈ ગયા, તેમનો શ્વાસ રૂંધાઈ ગયો અને છતાં તેઓ ચલિત થયા નહીં. તેમને આમ નિશ્ચલ જોઈને તેણે ભયાનક કીડીઓ, મચ્છરો અને માખીઓ પેદા કરી. તેમના કરડવા છતાં મહાવીર સ્વથ્ય રહ્યા. અને (તેથી) દેવે ભયંકર વીંછીઓ, નોળિયાઓ. સર્પો અને ઉંદરો પેદા કર્યા, પરંતુ આ બધાં જ જીવો કાંઈ ઝાઝા ઉપયોગી બન્યા નહીં. તેણે પ્રયત્ન કર્યો, પરંતુ તે મિથ્યા ગયો. મહાવીરને કરડાવીને પરેશાન કરવા માટે સંગામાએ પર્વત જેવા ઊંચા ગજરાજો પેદા કર્યા. તેણે મહાવીર ઉપર વિકરાળ વાઘ છોડ્યો, પરંતુ મહાવીરને તેમના ધ્યાનમાંથી અન્યત્ર વાળવા માટેના તેના લક્ષ્યમાં તે અક્ષમ રહ્યો. તેણે મહાવીરનાં માતાપિતા તેમની સમક્ષ દેખાય એમ કર્યું. જોકે તેણે મહાવીરની સામે એવી ભ્રમણા પેદા કરી. તેમનાં માતાપિતાને) દયાજનક વિલાપ પણ ઘણું કરીને વ્યર્થ ગયા, કારણ કે મહાવીર તેનો ઇરાદો પામી ગયા હતા. | સંગામાએ સેના પેદા કરી. તેણે તેમને અગ્નિમાં સળગાવવાનો ઉપાય પણ કર્યો. તેણે તેમના શરીરમાં વિવિધ અંગો ઉપર વિવિધ પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં, જેમણે તેમને ભયંકર બચકાં ભરવા માંડ્યાં, પરંતુ તેઓ અવિચલિત રહ્યા.
દેવે અગ્નિમાં પવનના ચક્રવાત પેદા કર્યા, જે તેમને દૈહિક રીતે વાળી કે મરોડી શક્યા, પરંતુ માનસિક રીતે નહીં.
જ્યારે તે તેના બધા જ પ્રયત્નોમાં અસફળ રહ્યો ત્યારે તેણે તેમના જીવનનો અંત આણવાનો અંતિમ પ્રયાસ કર્યો (કારણ કે) નહી તો તેઓ અજીત વ્યક્તિ બની જશે એ ખ્યાલ સાથે તેણે એક ચક્ર છોડ્યું જે કરવત જેવું (અણીદાર દાંતા ધરાવતું) હતું. જેનાથી એ સંતનો લગભગ અર્થો દેહ એક ખીલાની જેમ જમીન પર પછડાયો અને છતાં તેઓ ચલિત થયા નહીં.