________________
ત્યાર બાદ મહાવીર શ્રાવસ્તી પાસે સાનુલબહીકા નામના ગામમાં પહોંચ્યા. અહીં મહાવીર જુદાં જુદાં ત્રણ *આસનોમાં રહ્યા - ભદ્રા, મહાભદ્રા અને સર્વતોભદ્રા. * ભદ્રા – 2 દિવસ 6 ટંક (જમણે) જુદી જુદી ચારે દિશાઓમાં
12 કલાક મહાભદ્રા - ? દિવસ 10 ટંક (જમણે) ચારે જુદી જુદી દિશામાં
24 ક્લાક (1 દિવસ) સર્વતોભદ્રા -3 દિવસ ? ટેક (જમણ)
શુદ્ધીકરણના ખ્યાલ સાથે આ બાબતો હાથ ધરવામાં આવી હતી જે આજે પણ બધા જ પ્રકારના સાધુઓમાં સામાન્ય છે. પરંતુ અહીં ફરીથી આ બનાવને માનવીય સ્પર્શ આપવા માટે મહાવીરચરિત્રના લેખક એ બાબત પર ભાર મૂકે છે કે સંત (મહાવીર) ઉપરોક્ત આસનોને લીધે અત્યંત થાકી ગયા. આનંદની એક દાસી પાસેથી દાન મેળવીને મહાવીરે ઉપવાસ છોડ્યા.
એ જગ્યાએથી આગળ વિહાર કરીને મહાવીર દઢભૂમિ ગયા. ત્યાં પ્લેચ્છો રહેતા હતા. પેલગ્રામની બહાર આવેલી વાટિકામાં મહાવીર મહાપ્રતિમા નામના આસનમાં રહ્યા.
આ એ જગ્યા હતી કે જ્યાં મહાવીરને કષ્ટમય/અગ્નિપરીક્ષા કસોટી (acid-test) માંથી પસાર થવું પડ્યું. તેમની એકાગ્રતા, તેમની અપ્રતિમ સહનશક્તિ, તેમની અસામાન્ય તપશ્ચર્યાઓ વગેરેએ દેવોના મુખેથી પણ પ્રશંસાના શબ્દો મેળવ્યા. સામાન્ય મત્યે મનુષ્યો પૈકીના આ મહામાનવનાં ભારે પરાક્રમી કાર્યો તરફ બધી જ મહામાનવ વ્યક્તિઓનાં ધ્યાન દોરાયાં. એમ કોઈ જ આશ્ચર્ય નથી કે આવાં પરાક્રમો અંગે દેવોના રાજાએ આ સંત માટે પ્રશંસાના શબ્દો કહ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત દેવો પૈકીના એક દેવના મનમાં ઈર્ષા પેદા થઈ. તેણે પડકાર ઉપાડી લીધો કે જે તેને બીજી દિશામાં અવળે માર્ગે વાળીને લઈ ગયો. કોઈ વિશિષ્ટ કામ કરવા માટે જો માણસોને ઉશ્કેરવામાં આવે અથવા દંડૂકા કે ધાકધમકીની મદદથી તેમને કોઈ ખાસ કામ કરતા રોકવામાં આવે, તો તેઓ કાં તો જુલમ અને પીડાને વશ થઈ જાય છે અથવા વૈકલ્પિક પ્રલોભનોથી લલચાઈ જાય છે. જેણે પડકાર ઉપાડી