________________
જેની તેમણે ત્રિપનુષ્ઠા હત્યા કરેલી તે સિંહ હવે સુટ્ટાઇ તરીકે જન્મ્યો હતો. તેણે બદલો લેવાની તક ઝડપી લીધી, પરંતુ નાવને સલામત રીતે બે દેવો *શામ્બાલા અને કામ્બાલા દ્વારા કિનારા પર લાવવામાં આવી.
-
*
લેખકો તેમના પાછલા જન્મોની વાર્તાનો સંદર્ભ આપે છે કે જેમાં તેઓ શાણા, સુંદર બળદોની જોડી રૂપે હતા, કે જેઓ ધર્મ સિદ્ધાંતો પ્રત્યે સમર્પિત હતા.
મહાવીર જ્યારે કિનારા પર નીચે ઊતર્યા ત્યારે એક રાજ્યકર્તાના પગમાં જોવા મળે તેવાં બધાં જ લક્ષણો વડે અંકિત એવાં તેમનાં પાદચિહ્નો પુષ્યએ જોયાં કે જે આવાં લક્ષણોનું અર્થઘટન કરી શકતો હતો. (સંદર્ભ : રાજાઓ)
किण्णु भो अज मिहिला कोलाहलगसंकुला सुव्वंति दारुणा सद्दा पासासु गिहेसु च एयमट्ठ निसामित्ता हेटकारण चोइसो तओ नमी रायरिसी देविंदं इणमल्लवी मिहिलाए चेइएवच्छे सीचच्छाए मणोरमे पत्तपुष्क कलोवेए बहुणं बहुगुणै सया वाएण हारमाणमि चेइयंमि मणोरमे हुहिया असरणा अत्ता एए कंदंतिनोखगा
મહાવીરને તદ્દન વિરુદ્ધ પ્રકારનાં લક્ષણો સાથે જોઈને તેને આઘાત લાગ્યો. તેને પોતાના વિજ્ઞાનને આ રીતે નિષ્ફળ થયેલું જોઈને તે તેને (વિજ્ઞાનને) શાપ આપવા લાગ્યો, પરંતુ જીવનચરિત્રકારો ફરીથી પુષ્યના મનનું સમાધાન કરવા માટે ઇન્દ્રને પ્રાર્થના કરે છે. વાસ્તવમાં તેના મનનું સમાધાન તેણે જાતે જ તેમને અત્યંત નજીકથી જોઈને (એમ વિચારીને) કર્યું હોવું જોઈએ કે આ મૃત્યુલોકનો સામાન્ય માણસ નથી, પરંતુ વિરાટ શક્તિઓ અને કૃપાદૃષ્ટિ ધરાવતો એવો રાજાઓથી પણ ચડિયાતો વ્યક્તિ છે.
ધર્મોપદેશક તેની પોતાની રીતે રાજા છે, કારણ કે તે ધાર્મિક સિદ્ધાંતોના ચક્રને ફેરવી શકે છે. તે તેના ઉપદેશ વડે જગતને જીતી શકે છે, જ્યારે રાજ્યકર્તા તેની તલવાર વડે તેમ કરી શકતો નથી. વળી તેનો વિજય પહોંચની બહારનો અને શાશ્વત હોય છે. જ્યાં સુધી ધર્મ ટકે છે
૯૧ -