________________
ત્યાં સુધી તે ટકી રહે છે. તેનામાં આ પ્રમાણેનાં લક્ષણો હોવાં જોઈએ તેમાં કંઈ આશ્ચર્ય નથી.
जो सहस्सं सहस्साणं संगामे हुज्जएजिणे ।
एगं जिणेज्ज अप्पाणं एस से परमो जओ ॥ (ઈ.સ. પૂર્વેની ત્રીજી સદીના મહાન રાજ્યકર્તા અશોકને આવા વિજયની અગત્ય સમજાઈ હતી અને તેણે એ વિજયનો આનંદ માણ્યો હતો અને તેણે વિજેતા અને અવિજેતા બંનેને સુખી કર્યા હતા.) મહાવીર-ગોસાલાનું મિલન :
મહાવીર રાજગૃહીમાં આવ્યા. ત્યાં તેઓ નાલંદામાં એક વણકરને ઘેર રહ્યા. ત્યાં તેઓ એક શિષ્યને મળ્યા કે જેણે તેમના જીવનમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેનું નામ ગોસાલા મખ્ખલીપુર હતું. તેના નામનું અનેક રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે. (તે અંગેની વિસ્તૃત વિગતો ગોસાલા વિશેના પ્રકરણમાં આપવામાં આવશે).
મહાવીર અને ગોસાલા : પછીથી અલગ પ્રકરણ પાના નં.---- –થી ------માં વૈશાયનના પ્રસંગ પછી આપવામાં આવશે.
મહાવીર એકલા ભ્રમણ કરે છે : એ સમયે ગોસાલા છ માસ માટે તેમને છોડી દે છે. મહાવીર એકલા જ હવે વૈશાલી આવ્યા અને ત્યાં શંખ નામના તેમના પિતાના મિત્રે અત્યંત આદર સહિત તેમને આવકાર્યા. તે પછી તેઓ વાણિજ્યગ્રામ તરફ આગળ વધ્યા. મહાવીરને ગંડકિકા નામની નદી પાર કરવાની હતી. અહીં જ વિચિત્ર પરંતુ માનવીય અને વાસ્તવદર્શી બનાવ બન્યો. નાવિકે ભાડા માટે મહાવીરને અટકાવ્યા. શંખના ભત્રીજા ચિત્રે તેમને છોડાવ્યા.
આ બનાવ વાર્તાને માનવીય સ્પર્શ આપે છે. એ તદ્દન શક્ય છે કે નાવિક કોને નદી પાર લઈ જઈ રહ્યો છે તે જાણતો નહીં હોવાથી તે તેમને વઢ્યો હશે.
વાણિજ્યગ્રામ પહોંચીને મહાવીરને આનંદ નામના એક શિષ્યનો ભેટો થયો. આનંદને વસ્તુઓનું અંશતઃ જ્ઞાન હતું. તેણે મહાવીરને કહ્યું કે તે ટૂંક સમયમાં સર્વશતા પ્રાપ્ત કરશે. .
-
૨
-