________________
દેવે તેના મનમાં વિચાર કર્યો, “કોઈ સામાન્ય મૃત્યુલોકના માનવીને તેના જીવનથી વંચિત કરવા માટે આ મહાવ્યથાઓનું માત્ર દર્શન પણ પૂરતું છે, પરંતુ અહીં અસામાન્ય માનવી હતો જે તેને માટે તોડવો એ એક સખત કોટલાવાળા ફળ સમાન છે. પછી તેણે તેમને ભઠ્ઠીમાં આગથી તારાજ કરવાનું વિચાર્યું, તેણે તેમને પ્રલોભનો આપવાનો પ્રયત્ન કર્યો. પ્રલોભનો સ્વર્ગ અને સુંદરીઓનાં હતાં કે જેનાથી બચવું અત્યંત મુશ્કેલ હતું. તેના તેમને જીતવાના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા અને મહાવીર જેમ હતા તેમ જ ઊભા રહ્યા. પરંતુ સંગ્રામકા એક સર્વશ્રેષ્ઠ ખલનાયક હતો અને તેણે તેનો ભાગ ભજવ્યો પણ ખરો. તે મહાવીરને વધુ છ મહિના માટે અનુસર્યો. (ઘણી જગ્યાએ સંગ્રામકાએ એવા પણ પ્રયત્નો કર્યા કે મહાવીરને ચોર ગણવામાં આવે, એક જગ્યાએ તેણે પુરાવો ઊભો કરવા માટે તેમની પાસે કેટલાંક સાધનો મૂક્યાં. એક દુષ્ટ રાજાએ આવા બનાવટી પુરાવાઓની હાજરીને લીધે તેમને ફાંસીએ લટકાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે મિથ્યા ગયો. સંગ્રામકાએ તેમને દાન મળતું બંધ કરાવ્યું, જે તેમને ત્રાસ આપવાનો અંતિમ વ્યર્થ પ્રયત્ન હતો.) પરંતુ છેવટે આ પરાક્રમી પુરુષે જીત મેળવી અને સંગ્રામક દેવે તેના વ્યર્થ પ્રયત્નોને કારણે કેવળ શરમ અનુભવી.
છેવટે તેણે મહાવીરને તેમનું પોતાનું કાર્ય કરવા માટે તેમની જાત ઉપર છોડ્યા. સંગ્રામક દેવે જે કર્યું હતું તે માટે તે અત્યંત દિલગીર થયો, પરંતુ હવે તે ઘણું મોડું હતું, જે સજા તેને માટે યોગ્ય હતી, તે તેને મળી.
એમ પણ બની શકે કે આ વર્ણન હકીકતમાં જે બન્યું હતું તેના કરતાં અતિશયોક્તિભર્યું હોવું જોઈએ અને તે મારના બુદ્ધને લલચાવવાના (આની સાથે) સામ્ય ધરાવતા પ્રયત્નોની યાદ અપાવે છે, પરંતુ તે ચોક્કસપણે કાવ્યમય છે. અત્રે મારા પ્રયત્નોનો સંદર્ભ લેવો એ પ્રસ્તુત બની રહેશે. (સૂત્રપિટક ગ્રંથ).
હવે આપણે આ મહાવ્યથાઓની વિગતોમાં ઊંડાણથી ડૂબકી લગાવીશું અને સંગામાની ઘટનાનું પૃથક્કરણ કરવાનો પ્રયત્ન કરીને સત્યને બહાર લાવીશું.
તે તદ્દન અશક્ય નથી કે આ મહાન વ્યક્તિના તપમાં ખલેલ પહોંચાડવાના પ્રયત્નો થયા હોય. આવા પ્રયત્નો બ્રાહ્મણીય આખ્યાયિકાઓમાં
- ૫૦