________________
અમારા રાજયોએ તેમની કન્યાઓ સાથે તેમનું લગ્ન કરવાનો સ્વીકાર કરવાની વિનંતી સાથે અમને મોકલ્યા છે.”
શરીરરચનાશાસ્ત્રની દૃષ્ટિએ સંપૂર્ણ રચના ધરાવતું એવું આ શું માત્ર કાવ્યમય વર્ણન છે ? જેમાં પૂર્ણ વિકસિત કમળો જેવી દેખાતી અને કાનના મૂળ સુધી પહોંચતી તેમની સુંદર આંખો વગેરે જેવાં વર્ણનોનો સમાવેશ થાય છે. વદનવાંચનશાસ્ત્રનું વિજ્ઞાન આપણને કહે છે કે (મનુષ્યનું) વદન એ તેના મનનું સૂચક છે. અને આપણે જાણીએ છીએ કે મહાવીરનું હૃદય અને મન પૂર્ણ વિકસિત હતું કે જેમાંથી માનવ પ્રત્યેની દયાનું ક્ષીર સતત વહ્યા કરતું હતું.
તો પછી એ બાબતનું આશ્ચર્ય ન થવું જોઈએ કે આવા વિકસિત મન અને સુસંસ્કૃત હૃદય ધરાવતા મહાવીર વદનવાચનશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત સંપૂર્ણ વદનાંગો ધરાવતા હોવા જોઈએ.
ચોક્કસપણે આજના દિવસોમાં આપણે જોઈએ છીએ તેવા પ્રકારના કે તેઓ જન્મ્યા હતા તે સમયે હતા તેવા પ્રકારના તેઓ ન હતા. તે સમયના લિચ્છવી રાજકુમારોની રોજિંદી દિનચર્યા નીચે મુજબની
હતી.
‘‘તેઓ વહેલી સવારી ઊઠી જતા હતા અને ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતા હતા અને એ રીતે બધાં જ શસ્ત્રોના ઉપયોગમાં તેમની જાતને નિષ્ણાત બનાવતા હતા અને પછી એક પીણા વડે તેમની જાતને તાજગી આપતા હતા અને વળી પાછા (ઉપર કહ્યા મુજબનો) એવો જ અભ્યાસ કરતા હતા. અતિશય નિંદ્રા નહીં લેવાની તેઓ ખાસ કાળજી લેતા હતા. તેઓ દુષ્કર-કઠોર જીવન જીવતા હતા અને સામાન્ય રીતે બધાં જ શાસ્ત્રોમાં અને ખાસ કરીને ધનુર્વિદ્યા-ધનુષ્ય અને બાણ-માં પોતાની જાતને પારંગત બનાવતા હતા.”
‘અંગુત્તરનિકાય’ના અહેવાલો મનનુ સુવાક્યો (ને અનુસરવાની) ઇચ્છા નહીં ધરાવતા એવા તેમને બરછટ લોકો તરીકે વર્ણવે છે.
આ યુવાનો બુદ્ધ અને તેથી મહાવીરના પણ સમકાલીનો હતા અને ઉપરોક્ત સંદર્ભોમાંથી આપણે સુપેરે કલ્પી શકીએ કે કેવા પ્રકારનું જીવન આ યુવાનો જીવતા હોવા જોઈએ અને તેમની સોબતમાં મહાવીર પોતાની
*૬૬ •