________________
તેણી પોતાના પુત્ર લગ્ન કરે તે માટે હૃદયપૂર્વકની ઇચ્છા ધરાવતાં હતાં અને અત્યંત આતુર હતાં. હકીકતમાં તે તેમની એકમાત્ર ઇચ્છા હતી, કારણ કે તેણીએ ખૂબ જ વિચાર કર્યો, ‘‘લોહની જંજીરો (જેને) ન બાંધી શકે તેને કોમળતાથી નારીના કેશની ચાદર જ બાંધી શકે.”
આવાં જુદી જુદી જાતનાં બળોથી મહાવીર વર્ધમાનકુમારને આત્મા જાળમાં ફસાઈ ગયો. એ જ માત્ર સત્ય છે કે જ્યારે મુશ્કેલીઓ ઊભી થાય છે ત્યારે જ મહાન વ્યક્તિઓ ઝળકી ઊઠે છે અને તેમનું વાસ્તવિક મૂલ્ય દર્શાવે છે.
પ્રથમ પ્રસંગમાં જ આવા નાજુક પ્રશ્નની ચર્ચા કરવા માટે વર્ધમાનકુમા૨ પાસે વ્યક્તિગત રીતે જવા માટે ત્રિશલાદેવી ઇચ્છતા ન હતા અને તેથી તે માટે તેમણે મહાવીરના કેટલાક મિત્રોને મોકલ્યા. આ રીતે ત્રિશલાદેવી વર્ધમાનકુમારના લગ્નવિષયક વિચારો જાણવા માગતાં હતાં. જ્યારે તેમના મિત્રોએ (તેમની પાસે જઈને) આ સમસ્યા છેડી ત્યારે મહાવીર બોલ્યા, ‘‘ઘણા વખતથી હું ગૃહસ્થજીવન છોડી દેવા અંગે વિચારું છું, પરંતુ મારી માતાની મધુર લાગણીઓને અને તે મને જે ગાઢ પ્રેમ કરે છે તેને ઉવેખીને હું (તેમને) આઘાત પહોંચાડવા માગતો નથી. પરંતુ આ હકીકતો જાણવા છતાં તેઓ (માતાપિતા) મને આ લગ્નના બંધનમાં સજ્જડ રીતે બાંધી દેવા માગે છે. તેઓ ચોક્કસપણે મારી ભલમનસાઈ ઉપર અતિક્રમણ કરે છે અને મારા તેમની તરફના પ્રેમનો અણઘટતી રીતે ગેરલાભ ઊઠાવવા માગે છે એમ કહી શકાય.”
ક્ષત્રિય સિદ્ધાર્થ અને ત્રિશલાદેવી આવો પ્રત્યુત્તર મેળવીને આશ્ચર્યચકિત થઈ ગયાં કે જે (પ્રત્યુત્તર) મળવાનો ખરેખર તેમના હૃદયના ઊંડાણમાં ભય રહેલો હતો.
ત્રિશલાદેવીએ પોતાના પુત્રની વ્યક્તિગતરીતે મુલાકાત લીધી અને આપણે જાણતા નથી કે તેણીના તેમના તરફના ગાઢ પ્રેમે શું (જાદુ) કર્યો તેનો તેમની પારસ્પરિક લાગણીઓનો પણ તાગ કાઢવો એ આપણા માટે અશક્ય છે, પરંતુ એક વાત નક્કી છે કે માતાએ પુત્ર ઉપર પ્રભુત્વ મેળવ્યું અને આપણે જાણીએ છીએ કે વર્ધમાનકુમારનાં યશોદા નામની કન્યા સાથે લગ્ન થયાં. ‘યશોદા’ એ નામ માટે પરંપરા વિલક્ષણ અર્થઘટન આપે છે કે આ
• ૬૮ જ