________________
લોકોને તેમની આસપાસ બધે જોયા અને નીચેના શબ્દો વડે તેમને સાંત્વના આપી.
पिअ माइ भाइ लज्जा पुत्तत्तणेण सव्वे ऽ पि ।
जीवा जाया बहुसो जीवस्स उ एगमेगस्स ॥ બધાં જ સજીવ પ્રાણીઓ પુનરપિ એકબીજાના પિતા, માતા, બંધુ, ભગિની, ભાર્યા અને પુત્ર રૂપે જન્મ લે છે.
“હે બંધુ, તમારા દુઃખને બાજુ પર મૂકો. આ જીવનની સર્વોચ્ચ અને અતિશ્રેષ્ઠ બાબત અંગે વિચારો. દુઃખ અર્થહીન છે, કારણ કે મૃત્યુના દેવનું અનિયંત્રિત વર્તન ભયંકર સિંહના જેવું પ્રતિકાર ન કરી શકાય તેવું અને શિષ્ટાચાર વિરુદ્ધનું છે. સ્વપ્નની જેમ સંયોગ અને વિયોગ ચોક્કસપણે દશ્યમાન અને અદશ્ય થયા કરે છે. ક્ષણિક સુંદર અનુરાગ મેઘધનુષ્યના રંગોની જેમ ચંચળ છે. વચનનું સદ્ગુણી પાલન પણ વારંવારની છેતરપિંડી જેવું (ધનુષ્ય જેવું વક) છે. સંધ્યાના ઝાંખા પ્રકાશના રંગોની જેમ ધન પણ ક્ષણિક છે.
| વિવિધ રોગો અને ચિંતાઓ કદાવર સર્પોની જેમ બાજુ પર મૂકવી મુશ્કેલ છે. આ જગતમાં પશ્ચાત્તાપ અને અડચણો માટેનું સંપૂર્ણપણે મહત્ત્વનું એવું કોઈ કારણ નથી, તમારા પોતાના સાચા નિર્ણયને અનુસરો. શેતાની સુખોને ત્યજો, તમારી ફરજો અદા કરો, કારણ કે આવી બાબતો એ સંપૂર્ણપણે સામાન્ય ઘટના છે.” ઊંડા દિલાસાના આ શબ્દો સાંભળીને તેમનું મોહ તરફનું ખેંચાણ ઓછું થયું અને તેમના સંતાપનો જોશ મંદ પડ્યો.
એક દિવસ શ્રમણ ભગવાન મહાવીર તેમના પારિવારિક સભ્યો પાસે બેસીને રાજા નંદિવર્ધનને અને તેમનાં સગાંસંબંધીઓને આ પ્રમાણે સંબોધતા હતા “હે ઉદારચરિત લોકો ! મેં અગાઉ કરેલા નિર્ણયનો હવે અમલ કરવાનો છે. મેં મારી ફરજો પૂર્ણ કરી છે, હવે મોહનાં બંધનો શિથિલ કરો, મારાં ધર્મસંબંધી કર્તવ્યો પૂર્ણ કરવામાં મને સહાય કરો અને મારી) યોગી જીવનની પ્રતિજ્ઞાઓ સ્વીકારવાની મને અનુમતિ આપો.”
ઈન્દ્રના વજૂના ફટકા જેવા આવા સહી ન શકાય એવા શબ્દો સાંભળીને ભાઈ નંદિવર્ધન બોલ્યા, “હે રાજકુમાર ! માતાપિતાના મૃત્યનું દુઃખ હૃદયમાં કાંટો પેસીને અંદર ભાંગી ગયો હોય એમ હજી અસહ્ય રીતે