________________
શ્રમણ ભગવાન મહાવીરને પ્રત્યક્ષ થયું કે તેમના સંસારત્યાગનો સમય (હવે) આવી ગયો છે. (તેથી) તેમણે (તેમની પાસેની) ચાંદીનો ત્યાગ કર્યો, સુવર્ણનો ત્યાગ કર્યો, ધનસંપત્તિનો ત્યાગ કર્યો, રાજ્યનો ત્યાગ કર્યો, વિવિધ દેશો પરથી તેમની સર્વોપરી સત્તાનો ત્યાગ કર્યો અને એ જ રીતે તેમનું સૈન્ય, ચાર અશ્વો જોડેલી બગીઓ, ખજાનાઓ, (ખનીજોની) ખાણો તેમજ તેમના અંત:પુરનો ત્યાગ કર્યો, તેમની પ્રજાનો ત્યાગ કર્યો, વિપુલ સંપત્તિનો ત્યાગ કર્યો, સુવર્ણ, કિંમતી પથ્થરો અને સર્વ રીતે, સર્વનો અને સર્વસ્વનો ત્યાગ કર્યો અને જગતની સર્વ વસ્તુઓની ક્ષણભંગુરતાને વર્ણવીને તેમણે ભિક્ષુકોને તેમજ તેમના પરિવારના સભ્યોમાં બક્ષિસો વહેંચી દીધી.
વરઘોડાનો ઉત્સવ સારા ભાગ્યની ઈચ્છા 115 વરઘોડાનું વર્ણન વગેરે કેશમોચન * ૫. 258 (સંદર્ભઃ શ્રમણ ભગવાન મહાવીર. મુનિ રત્નપ્રભ)
ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર કુદરતી મીઠાશ ધરાવતી મધ જેવી આનંદદાયક પુનરાવર્તન વિહીન અને ગૌરવયુક્ત વાણીમાં તેમને સંબોધીને બોલ્યા, “હે દેવોના પ્રિય ! તમારા નિશ્ચિત કરેલા સમયની અવધિ હવે આવી પહોંચી છે. સંસારત્યાગનો સમય આવી ગયો છે. તેથી તમે સ્વેચ્છાપૂર્વક સ્નેહનાં બંધનો ત્યજીને અને વિયોગને કારણે ભયગ્રસ્ત એવાં તમારા મનને મજબૂત બનાવીને મને તમારી અનુમતિ આપો.” " (* સંદર્ભ : શ્રમણ ભગવાન મહાવીર - પે. 116).
આવા શબ્દો સાંભળીને તેમના સર્વના કંઠમાં ડૂમો ભરાઈ ગયો અને અત્યંત મુશ્કેલીથી દુઃખનો પ્રવાહ અટકાવીને અને જેમણે પ્રેમનું દ્રવ્ય - ચીરકાળથી ચાખ્યું છે તેને (પ્રેમને જાણે કે દશ્યમાન બનાવતા હોય તેમ તેમનાં ચક્ષુઓથી સતત વહેતા અશ્રુપ્રવાહ સમેત તેઓ બોલ્યા, “હે પૂજનીય ભગવન્! આપ જ્યારે આ રીતે વાત કરો છો ત્યારે અમારા કર્ણો ખરેખર એટલા સખત છે કે તેઓ બહેરા બની જતા નથી. અમારાં હૃદયો હીરા જેવા જ સખત દ્રવ્યનાં બનેલાં છે કે તેઓ ફટાકડાના જેવા જ અવાજ સાથે શત શત ટૂકડાઓમાં ફાટી જતાં નથી. અમારા દેહો એવા