________________
સાલ્યા કરે છે અને હવે આવો તમારો અણધાર્યો વિયોગ ઘા ઉપર મીઠું ભભરાવવા સમાન અસહ્ય બની જશે. આહ ! અમે એટલા બધા કમનસીબ છીએ કે આવી મુશ્કેલીઓ અમારી ઉપર એક પછી એક આવે છે.” આવા શબ્દો બોલીને તેઓએ આકરો વિલાપ કરવાનું શરૂ કર્યું. મધુર શબ્દો વડે શ્રમણ ભગવાન મહાવીરે તેમના મનને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાર બાદ મહામુશ્કેલીથી આંસુનો પ્રવાહ રોકીને અને દુઃખનું જોર કે જે તેમના માટે ચતુર્વિધ બની ગયું હતું તેને પણ અટકાવીને તેઓ બોલ્યા, “અમારાં જીવન ઉપર અનુકંપા કરો અને યતિ જીવનની પ્રતિજ્ઞાઓના સ્વીકારની આપની ઇચ્છાનો વર્તમાનમાં ત્યાગ કરો. રક્ષણ કરવાની કાળજી લેવાના છો, તો પછી આ અસહ્ય વિયોગરૂપી કરવત અમારાં હૃદયોને ભેદતી હોય તેની સામે રક્ષણ આપવાનું (આપના માટે) અયોગ્ય નહીં ગણાય. આપનાથી અલગ થઈને, પરંતુ એક અંધ વ્યક્તિની જેમ રસ્તો ઓળંગવો શક્ય કે અશક્ય છે એની જાણકારીથી અજ્ઞાત એવા અમને એક અજાણ્યાની જેમ સહાય કરો. તમારા વિયોગથી) એક ક્ષણ માટે પણ અમે અમારાં જીવન ટકાવવા માટે અશક્તિમાન છીએ.” પછી શ્રમણ ભગવાન મહાવીર બોલ્યા, “જો એમ જ હોય, તો હવે ચોક્કસ લાંબી સલાહમસલત કરીને કહો કે તમે મને દીક્ષા લેવાની અનુમતિ ક્યારે આપશો ?” તેઓ બોલ્યા, “બે વર્ષના સમયગાળા પછી આપ સંસારત્યાગ કરી શકશો.”
શ્રમણ ભગવાન મહાવીર બોલ્યા, “ભલે એમ થાઓ, પરંતુ તમારે ખાસ કરીને મારા આહાર વગેરે માટે ચિંતાતુર થવાની આવશ્યકતા નથી.” તેઓ બોલ્યા, ““ભલે, આપને ગમે એમ અમે કરીશું.”
બરાબર તે જ દિવસથી શરૂ કરીને શ્રમણ ભગવાન મહાવીરે સર્વે પાપમય કાર્યોનો ત્યાગ કર્યો, શીતળ જળ પીવાનું છોડી દીધું, જીવતાં પ્રાણીઓ વિહીન આહાર લેવાનું શરૂ કર્યું, અસામાન્ય જીવનચર્યા શરૂ કરી, સ્નાન કરવાનું, તેલમર્દન કરીને અભિષેક કરવાનું, શરીરની કાળજી લેવાનું વગેરે બાબતોનો ત્યાગ કર્યો અને માત્ર ઉણ જળ વડે જ હસ્ત, ચરણ અને દેહનાં અન્ય અંગોનું પ્રક્ષાલન કરવાનું શરૂ કર્યું. આ રીતે શ્રમણ ભગવાન મહાવીરે એક સંવત્સર વ્યતીત કર્યું.
જોકે શ્રમણ ભગવાન મહાવીર (એ વખતે) ગૃહસ્થ હતા છતાં પણ