________________
પરંતુ મહાવીર જેવી મહાન વિભૂતિ માટે આવું વશીકરણ કરવું શક્ય છે.
આવી કોઈ પણ બાબતની અશક્યતા અંગે મને ખાતરી થઈ છે. જીવનચરિત્રકારો આવા આશ્રયસ્થાનનો વારંવાર આશરો લે છે કારણ કે તેઓ મહાવીરને આટલા નીચા સ્તર સુધી ઊતારી શકતા નથી. મહાવીર એ તેમના માટે આદર્શ છે અને તેથી તેઓ આવી ક્ષુલ્લક બાબતોમાં જઈ શકતા નથી અને તે કારણે તેઓ સિદ્ધાર્થ ઉપર તેનો આરોપ લગાડે છે. બીજું કારણ એ હોઈ શકે કે મહાવીર મૌન પાળતા હતા. તેથી આવા સંવાદનો ખુલાસો તેઓ કેવી રીતે કરી શકે? તેથી માત્ર મહાવીરનું મૌન તૂટ્યું ન હતું.
હકીકતમાં આખીયે ઘટનાનો અર્થ ખોટી રીતે ઘટાવવામાંથી ભૂલ પેદા થાય છે. વાસ્તવમાં મહાવીર નીચેના સ્તરે આવતા નથી.
ઘટના આ પ્રમાણે છે. કોઈ એક ખાસ ગામમાં કોઈ એક ભવિષ્યવેત્તા હતો કે જે કોઈ જ નૈતિક ભાવનાથી વંચિત હતો અને ગામજનોને મૂર્ખ બનાવતો હતો. વળી તે તેમના અજ્ઞાનનો ગેરલાભ ઊઠાવતો હતો. મહાવીરે આ જોયું અને તે અંગે ગામલોકોને માહિતી આપી. અચંડકની પત્નીએ આ બાબતનો ભંડો ફોડ્યો હોવો જોઈએ અને પરિણામે લોકોએ) તેને અવગણ્યો હોવો જોઈએ.
હું નથી માનતો કે અચંડક આ બાબતને પડકારવા માટે શક્તિમાન હોય. (૫.92) મહાવીરની ઉંમર જોઈને આપણે એમ ધારી શકીએ કે તે ખરેખર મુશ્કેલ પ્રશ્ન લઈને મહાવીર પાસે ગયો. આ એ પ્રકારના વિશિષ્ટ પ્રશ્નોમાંનો એક છે કે જેમાં અંતે કોઈની ચતુરાઈની આવશ્યકતા રહે છે. તે જમાનામાં આવા પ્રશ્નો પૂછવામાં આવતા હતા. મહાવીર તેનો નકારાત્મક ઉત્તર આપે છે. તે પણ સમજી શકાય એવું છે, કારણ કે હકારમાં અપાયેલા ઉત્તરને તરત જ ખોટો પાડી શકાય છે, જેમ કે એક તણખલાને જમીન ઉપર મૂકીને અને વધારે પ્રયત્ન કર્યા વગર તેને માત્ર ભાંગવા માટે તોડનારના પક્ષે હકારાત્મક પ્રયત્નની આવશ્યકતા રહે છે, કે જેને કાં તો મનુષ્ય કે કોઈ દૈવી બાબત દ્વારા અટકાવવામાં આવે છે.
એક દિવસ મહાવીરે એક ગામડિયાને બોલાવ્યો અને તેને કહ્યું કે તેમણે સવારે શું ખાધું હતું, રસ્તા ઉપર તેમણે શું જોયું હતું અને સ્વપ્નમાં