________________
તેમણે શું જોયું હતું અને શું કર્યું હતું. (આમ કહેવાનો) તેમનો હેતુ એ હતો કે જેને માટે તેઓ પરિભ્રમણ કરતા હતા.
જેમ બધા જ કિસ્સામાં બને છે તેમ આ નાનકડા સમાચાર ઝડપથી (બધે) અને ખાસ કરીને તે ગામમાં પ્રસરી ગયા. લોકો મોટી સંખ્યામાં તેમની પાસે ટોળે વળ્યા. લોકોએ એવી એક વ્યક્તિ કે જે તેમને (મહાવીરને) મળતી આવતી હતી તેના વિશે વાત કરી.
મહાવીરે માત્ર સત્ય કહ્યું કે અચંડક વિદ્વાન માણસ ન હતો પરંતુ તેનાથી અચંડક ગુસ્સે થયો.
તે મહાવીર પાસે પોતાનું મૂલ્ય સાબિત કરવા માટે આવ્યો અને મહાવીરને પ્રશ્ન કર્યો કે જેણે તેમને શૃંગાપત્તિમાં મૂક્યા. પ્રશ્ન એ હતો કે તે (અચંડક) પોતાના હાથમાં રહેલા તણખલાને તોડવા માટે શક્તિમાન હશે કે નહીં. જો તે (મહાવીર) હકારમાં જવાબ આપે તો તે તણખલાને તોડશે નહીં અને જો તે નક્કરમાં ઉત્તર આપે તો તે તેમ કરશે. (તણખલાને તોડશે) તેમ છતાં મહાવીરે નકારમાં ઉત્તર આપ્યો. અચંડક તણખલાને તોડવા ગયો, પરંતુ તેમ કરતાં અકસ્માતે તેની પોતાની આંગળીઓ કપાઈ. *ગામના લોકો તેના પ્રત્યે હસવા લાગ્યા અને ધીમેથી મહાવીરે અચંડકનાં દુષ્કૃત્યોની તેમને માહિતી આપી. અચંડકની પત્નીએ આપેલા પુરાવાની મદદથી આ બાબતનો ભાંડો ફૂટ્યો. છેવટે (સર્વથી) અવગણના પામેલો તે મહાવીર પાસે ગયો અને તેમને વિનંતી કરી, તે બોલ્યો, ‘‘મુરબ્બીશ્રી, હું એક ખોટા સિક્કા જેવો છું અને (મારું) અન્યત્ર કોઈ જ મૂલ્ય નથી. હું એવા એક શિયાળ જેવો છું કે જે માત્ર મર્યાદિત વર્તુળમાં જ માન પામવાનો દાવો કરે છે. મહેરબાની કરીને મારા અહંકાર અને ઉદ્ધતાઈને માટે મને માફ કરો. આપ મહાન વ્યક્તિ છો. આપ અન્યત્ર પણ પૂજાશો. મારી આજીવિકાથી મને વંચિત કરવાનું આપને છાજતું નથી.”
*
કદાચ આ એ જ (ગામ) છે જ્યાં પાખંડી ઉફાન્ત’ સાથે તેઓ રહ્યા હતા અથવા એ જ નામનું કોઈ અન્ય ગામ છે તે અંગે જીવનચરિત્રકારો કહેતા નથી, પરંતુ હું માનું છું કે તે કોઈ અન્ય જગ્યા હોવી જોઈએ. કલ્યાણ વિજય (પે.22) અચંડકનો એક સંપ્રદાય તરીકે સંદર્ભ આપે છે, પરંતુ આવા એકાંકી સંદર્ભને કારણે તે ગણનાપાત્ર બને એ શક્ય નથી.
*૬*