________________
બાબત જીવંત મહત્ત્વ ધરાવે છે. આવી નિઃસ્વાર્થતા એ પ્રત્યેક પ્રાણી દ્વારા ધારણ કરવામાં આવેલો એક અગત્યનો ગુણ છે અને જે સમયની રેતી પર પોતાનાં પાદચિહનો છોડી જાય છે એવું ઈશ્વરનિર્મિત છે.
આમ તેમના પરિભ્રમણનું પ્રથમ વર્ષ પૂર્ણ થાય છે. વર્ષાઋતુ પૂર્ણ થયેથી તેઓ ખોરાકા આવ્યા. અહીં આ જગ્યાએ અચંડક નામનો પાખંડી રહેતો હતો. તે મંત્ર તંત્રમાં પ્રવીણ હતો, પરંતુ આવી વ્યક્તિ પાસે હોવી જોઈએ એવી ચારિત્ર્યની સચ્ચાઈનો તેનામાં અભાવ હતો.
આ પછી મહાવીર ઉત્તરવાવતિ તરફ રવાના થયા. સલવાવાન પાર કર્યા પછી અને ઉત્તરવાનિ પહોંચતાં પહેલાં દેવે આપેલાં વસ્ત્રો નીચે પડે છે જે સોમ બ્રાહ્મણ પાછળ પાછળ તેમને આ માટે અનુસરતો હતો તેણે ઉપાડી લીધાં. તે વણકર પાસે જાય છે અને આખા પૂર્ણ (કપડા)ને વણકર બે ભાગમાં વહેંચે છે. પછી તે રાજા પાસે ગયો. રાજાએ તેને પૂછ્યું કે તેણે આ (વસ્ત્રો) ક્યાંથી મેળવ્યાં? બ્રાહ્મણે બનેલા અને તેણે જોયેલા બનાવો (રાજાને) વર્ણવ્યા.
અહીં આ તબક્કે આપણને આશ્ચર્ય એ વાતનું થાય છે કે બાહ્મણ માટે મહાવીરને આટલા નજીકથી અનુસરવાનું શક્ય બનવું જોઈએ? અને જો એમ હોય તો એ સ્વાભાવિક નથી કે તે મહાવીરનો ભક્તિપરાયણ શિષ્ય હોવા છતાં દુન્યવી સંપત્તિની વ્યર્થતા તેને પણ સમજાઈ હોવી જોઈએ. ચંડકૌશિક ઘટના :
મહાવીર શ્વેતાંબી તરફ આગળ વધ્યા. તે જગ્યાએ પહોંચવાના બે માર્ગો હતા. ટૂંકો રસ્તો યતિઓના આશ્રમની પાસેથી પસાર થતો હતો. ત્યાં ચંડકૌશિક નામનો એક ભયાનક નાગ રહેતો હતો. તે રસ્તે પસાર થવાની કોઈ હિંમત કરતું ન હતું, પરંતુ મહાવીર જુદી જ ઘાતુના બનેલા હતા. તેમણે ત્રણ ઉદેશ્યોથી તે ટૂંકો રસ્તો પસંદ કર્યો. (1) દરેક પ્રકારના ભયને નાબૂદ કરવો. (2) નાગને બોધ આપવો. (૩) લોકોને ઉત્તમ સેવા પૂરી પાડવી. (એમ હોઈ શકે કે આજુબાજુના બધા જ લોકો માટે જે પ્રતિકૂળતા ઊભી થઈ હતી તે અંગે તેમણે વિચાર્યું હોય, કે જેઓ આ નાગના ભયને કારણે થકવી નાખે એવા લાંબા માર્ગ ઉપર ચાલવા માટે મજબૂર હતા.)