________________
શક્યો નહીં, ત્યારે તેણે તેમને તેમની વિવિધ જ્ઞાનેન્દ્રિયોને અને દેહના અન્ય ભાગોને (મસ્તક, નયનો, નાક) પ્રાણઘાતક દુઃખો આપીને અત્યંત પરાકાષ્ઠાની યાતનાઓ પહોંચાડી.
આવી રિબામણીઓમાંની કોઈ પણ એક સામાન્ય માણસના જીવનને હરી લેવા માટે પૂરતી હતી.
પરંતુ આ સર્વે પરાકાષ્ઠાની યાતનાઓની સામે મહાવીર ટકી રહેવા માટે શક્તિમાન બન્યા. તેમના આત્માએ અતુલ્ય તાકાત પ્રાપ્ત કરી. પ્રત્યેક સત્યશોધક માટે આવી તાકાત અનિવાર્ય હતી. તે એમને એવી શક્તિ આપે છે કે તેઓ સર્વ પ્રકારનાં અમાનુષી બળોની સામે ટકી શકે અને વળી તેમની એકાગ્રતા એટલી પ્રબળ છે કે દુનિયાની અન્ય બધી જ વસ્તુઓ તેમની દૃષ્ટિ સામેથી પસાર થાય તો પણ તે મહત્ત્વહીન બની રહે છે. માત્ર સાત વર્ષના એક બાળક ધ્રુવ માટે શી રીતે જંગલમાં રહેવાનું અને આપત્તિઓનો સામનો કરવાનું શક્ય બન્યું હશે ?
પૂર્વના લૂંટારા એવા વાલ્મીકિ તેમના ધ્યાનમાં એટલા બધા રત હતા કે તેઓ તેમના મસ્તક ઉપર થયેલા ઉધઈના રાફડાથી વાસ્તવમાં અનભિન્ન રહીને અવિચળ રહ્યા હતા.
મહાવીર પણ તેમના સુસંસ્કૃત આત્માના બળથી પરાકાષ્ઠાની યાતનાઓનો સામનો કરી શક્યા. એટલું જ નહીં, પરંતુ તેમની અતિશય શાંતતાએ યક્ષને ભયની ચેતવણી આપી અને પરિણામે) પોતાની ઉદ્ધતાઈ બદલ યક્ષે માફી માગી.
જીવનચરિત્રકારોએ ઈન્દ્રનો આશરો લીધો. જ્યારે જીવનચરિત્રકારોને તેની જરૂરિયાત હોય તે સમયે ઈન્દ્ર પણ મહાવીર (ત્યારે) શું કરે છે તે જોવાની પેરવીમાં જ હોય તે શક્ય નથી. કદાચ મહાવીરે તેમની અત્યંત અસામાન્ય શક્તિઓની મદદથી અચંડકને વશીભૂત કર્યો હોય અથવા આચંકડને પોતાને મહાવીર તરફ તાકીને જોઈ રહ્યા પછી મહાવીરને દબાવી દેવાના આવા સર્વે પ્રયત્નોની વ્યર્થતા વિશે તેના મનનું સમાધાન થયું હોય.
અચંકડે તેમના શબ્દોને માન આપ્યું અને તેમને શબ્દોન) ઓળંગ્યા નહીં અથવા તે ઓળંગી શક્યો નહીં.
ત્યાર બાદ અચંડકના ચારિત્ર્યની સાચી હકીકત મહાવીર સમક્ષ
- ૮૩ -