________________
માટે તેનો દેહ ખુલ્લો હોવો જોઈએ અને તે શારીરિક અને માનસિક બંને રીતે મુક્ત હોવો જોઈએ. મનુષ્ય તેના લક્ષ્યને પ્રાપ્ત કરે તે પૂર્વે તેણે તેનાં પોતાનાં બધાં જ પ્રકારનાં વળગણોને છોડી દેવાં જોઈએ. ક્રાઈટે પણ સમર્પિત શિષ્ય કે જે તેમની પાસે તેમને અનુસરવાની અનુમતિ આપવાની વિનંતી સાથે જાય તેને નથી કહ્યું કે, “જાઓ અને તમારી પાસે જે કંઈ છે તે બધું જ ખપાવી દો.”
જોકે આપણા અસ્તિત્વનાં દુઃખોમાંથી છૂટવાનો) રસ્તો શોધી કાઢવા માટે આવી લાંબી યાત્રા માટે નીકળતાં પહેલાં આપણી પાસેની જે દુન્યવી સંપત્તિ છે તેનો દાન કરીને ત્યાગ કરવો એ સર્વોત્તમ માર્ગ છે. (દાન.... શીલાચરા).
મહાવીરે પણ એક વર્ષ માટે જે જરૂરિયાતવાળા હતા તેમની ઉપર સોના અને રૂપાની વર્ષા કરીને સંસારત્યાગ કરતાં પહેલાં પોતાની બધી જ દુન્યવી સંપત્તિનો ત્યાગ કર્યો હતો.” તેમના આવા દાનને પરિણામે જેઓ દરિદ્ર જન્મ્યા હતા તેમણે શ્રેષ્ઠ વસ્ત્રો પરિધાન કરીને રથમાં ફરવાનું શરૂ કર્યું.
મહાવીર પોતાના સ્કંધ ઉપર દેવે આપેલું વસ્ત્ર નાખીને અને તેમના દેહ ઉપર દેવે આપેલું સ્વર્ગીય વસ્ત્ર ધારણ કરીને એકલા જ ચાલી નીકળ્યા.
આ સમયે સોમ નામનો બ્રાહ્મણ તેમને મળ્યો કે જેનું દરિદ્રતાને કારણે તેની પત્નીએ પણ અપમાન કર્યું હતું અને તેનો ત્યાગ કર્યો હતો. તેને મહાવીરે દેવે આપેલ વસ્ત્રમાંથી અર્ધો ટુકડો આપ્યો અને આ રીતે તેમણે પોતાના દાતા તરીકેનું પ્રકૃતિનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
(1) અસંતોષ પેદા થાય એવા સ્થળે રહેવું નહીં. (2) અને (૩) હંમેશાં ધ્યાનમાં તલ્લીન રહેવું અને શાંતિ
જાળવવી. (4) (પોતાના) હાથમાં જ દાન લેવાં. (હાથમાં સમાય તેટલું જ
ભોજન લેવું) (6) ગૃહસ્થની (યજમાનની) ખુશામત કરવી નહીં.
આપણે આ ઘટનાની આગળ જઈએ તે અગાઉ પ્રથમ અને પાંચમા નિશ્ચયની નોંધ લેવી આવશ્યક છે. આ પૈકીનો પ્રથમ નિશ્ચય તેમના હૃદયની, તેમની આંતરિક ભલાઈની આછી ઝાંખી કરાવે છે જ્યારે અંતિમ