________________
કૃતઘ્ની દ્રવ્યના બનેલા છે કે તેઓ અત્યંત ઊંડાણના પ્રદેશમાં ખોદેલા ખાડામાં (દટાઈ જતા નથી. ચર્ચા હેઠળના વિષય માટે આવા સંજોગોમાં અનુમતિ આપવા માટે શી રીતે અમારી નમ્ર વાણી ઉપયોગમાં લઈ શકાય? માથે લીધેલા આવા મુશ્કેલ કાર્યરૂપી સમુદ્રમાં પડતા બચાવવા માટે અમારી સલામતીનાં સાધનો કોણ બની શકે? અથવા ત્રણે લોકમાં દષ્ટાંતરૂપ છે એવા પ્રખ્યાતજ્ઞાતા કુળ ઉપર તમારા વગર કોણ કૃપા કરશે? દેવો, અદેવો અને રાજાધિરાજ દ્વારા તમારા વગર) કોણ માન-સન્માન પામશે ?
આહ અમે કમનસીબ છીએ કે અમારા હાથમાંથી આ કીમતી રત્ન ગુમ થઈ રહ્યું છે.”
આવા દિલગીરીયુક્ત શબ્દો બોલીને અને નિરાશ થઈને તેમણે ભગવાનને નીચા નમીને પ્રણામ કર્યા અને તેમને આ પ્રમાણે વિનંતી કરી, “હે આદરણીય ભગવન્! હવે જ્યારે તમે સંસારત્યાગ કરવા માટે તૈયાર છો ત્યારે મહેરબાની કરીને, કંઈ નહીં તો અમારા સુખ માટે પણ અમને આપનો દીક્ષા મહોત્સવ ઉજવવાની અનુમતિ આપો વગેરે.
દીક્ષા મહોત્સવ એકમાત્ર ભારતમાં જ આવો મહોત્સવ છે.
(હે સર્વશક્તિમાન ભગવદ્ !) હું સંસારત્યાગની પ્રતિજ્ઞા લઉં છું અને (વચન આપું છું કે, હું સર્વ પ્રકારનાં પાપમય કાર્યોથી દૂર રહીશ.
જ્યાં સુધી હું ત્રણે રીતે જીવિત હોઈશ (મન, વાણી અને દેહથી) ત્યાં સુધી ત્રણ વખત હું મારી જાતે કોઈ જ પાપમય કાર્ય કરીશ નહીં, કોઈની પાસે હું તેવું કરાવીશ નહીં અને અન્યો જો એવું કરતા હશે તો હું તેને માન્ય કરીશ નહીં વગેરે.
યતિ જીવન અંગેનાં સર્વ બિરાતી સામયિક વ્રતનાં પાંચ મહાવ્રતોનો તેમના પેટાઅંશો સાથે તેમણે સ્વીકાર કર્યો.
“હે પ્રિય ! તમે કશ્યપ ગોત્રમાં જન્મ્યા છો. આપ રાજા સિદ્ધાર્થના પુત્ર છો. આકાશમાં પાનખર ઋતુના ચંદ્ર જેવા આપ જ્ઞાતા ક્ષત્રિયોની જાતિને આનંદિત કરનારા છો. આપ વસિષ્ઠ ગોત્રનાં ત્રિશલાદેવીના ગર્ભાશયમાંથી જન્મેલા છો. આપ ક્ષત્રિયોમાં સર્વથી અત્યંત અલગ એવા