________________
દુન્યવી બાબતો પ્રત્યેની તેમની ઉદાસીનતા એટલી બધી આશ્ચર્યજનક હતી કે તે મહાન સંતો કે જેમણે તેમના પોતાના મનોવિકારોને જીતી લીધા હતા તેમનાં મનને પણ અચરજ પમાડતી હતી.
તમારી પાસે જે કંઈ છે તે સર્વ અર્પણ કરી દો.”
એક વર્ષમાં (તેમણે) આપેલી બક્ષિસોની કુલ રાશિ ત્રણ હજાર અઠ્યાસી કરોડ અને એંશી લાખ સુવર્ણ મુદ્રાઓ જેટલો થતો હતો.
કવિ કહે છે કે : तत्त द्वार्षिक दान वर्ष विरभद्दा रिघ्र दावानला सद्यः सज्जित वाजिराजि वसनालङ्कार दुर्लक्ष्यभाः । सम्प्राप्ताः स्वगृहं अर्थिनः सशपथं प्रत्यायन्तो अङ्गनाः स्वामिन ! षिङ्गजनैर्निरुद्ध हसितैः कै यूय मित्यूचरे ॥
(1) જ્યારે વાર્ષિક દાનના સ્વરૂપમાં ધનવર્ષા કરીને તેમ જ એક વર્ષ સુધી સતત બક્ષિસો આપીને તેમણે ભિક્ષુકોનાં (તેમની) દરિદ્રતાનાં અતિઆકરાં દુઃખો દૂર કર્યા. સુંદર સાજ સાથેના અશ્વો, વસ્ત્રો અને અલંકારોના ઢગલા સાથે લઈને કે જેનો ચળકાટ નજરે જોવો એ (તેમના માટે) મુશ્કેલ હતો એવા તેઓ (ભિક્ષકો) તરત જ તેમના ઘેર પાછા ફર્યા ત્યારે સોગંધ સાથે કહી શકાય કે તેમની પત્નીઓ તેમને ઓળખી પણ શકી નહીં અને તેઓ અચંબા સાથે બોલી, ““સ્વામીનાથ ! આ તમે તમે છો ? કે જેઓને છાકટા લોકોના હાસ્ય દ્વારા (મશ્કરી કરીને) ખલેલ પહોંચાડવામાં આવતી હતી ?”
एते देवमिकाया भगवन्तं बोधयन्ति जिनवरेन्द्रं तु ।
सर्व जगज्जीव हितं भगवन् तीर्थं प्रवर्षय ॥
આવા અનેક દેવોએ જિતેન્દ્ર ભગવાન શ્રમણ ભગવાન મહાવીરને વિનંતી કરી, “ભગવનજગતનાં સર્વે જીવિત પ્રાણીઓના શ્રેષ્ઠ હિતના આચાર કાનૂનનો ધર્મ સ્થાપિત કરો.”
શ્રમણ ભગવાન મહાવીરે ગૃહસ્થનું જીવન સ્વીકાર્યું તે પહેલાં (અર્થાતુ તેમના વિવાહ પૂર્વે) તેઓ કોઈ જાતના અવરોધ વગર સર્વશ્રેષ્ઠ જ્ઞાન ધરાવતા હતા (પરંતુ તે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ અને અવધિ દર્શન સુધી જ ટકી શકે એવું હતું. ત્યાર બાદ તેમના સર્વશ્રેષ્ઠ જ્ઞાનની મદદથી