________________
કામતપ્રસાદ જૈન દિગંબરોથી પણ એક પગલું આગળ જઈને એક નવી જ માન્યતા રજૂ કરે છે.
આ યશોદા નામની કન્યા મહાવીરને અર્પણ કરવાની દરખાસ્ત પ્રથમ રજૂ થઈ હતી, પરંતુ તેમણે જ્યારે આ દરખાસ્તને અમાન્ય કરી ત્યારે તે માટે પછીની તક ગૌતમ બુદ્ધને આપવામાં આવી. આવી ભૂલ યશોદા અને યશોધરા એવાં બે નામની સમાનતામાંથી પેદા થઈ હશે એમ જણાય છે.
પરંતુ મને માફ કરવાની વિનંતી સાથે હું એક પગલું આગળ જઈને વિચારું છું કે કામતાપ્રસાદ જૈને ઇદારાપૂર્વક આ બે નામોની સમાનતાનો ગેરલાભ લીધો છે અને ઇતિહાસને વિકૃત કરવા માટે હકીકતોના અર્થનો અનર્થ કર્યો છે. માત્ર સાંપ્રદાયિક પૂર્વગ્રહને કારણે તેમણે મહાન ગૌતમને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો છે.
મહાવીરના લગ્નની હકીકત તેમના સ્વભાવનો અસામાન્ય વિશિષ્ઠ ગુણ બહાર લાવે છે તેમની આંતરિક ભલમનસાઈ તેમના પોતાના સિદ્ધાંતોને અન્યની ઇચ્છાઓ સાથે મેળ બેસાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ વિશે આપણે પછીથી વિસ્તારપૂર્વક જોઈશું.
શા માટે યશોદા મહાવીરની પુત્રી, ભગિની અને જમાઈના ધર્મપરિવર્તન વખતે રજૂ ન થયાં ? તે સમયે તેમનું મૃત્યુ થઈ ગયું હોવું જોઈએ. શક્ય છે કે તેણીનું મૃત્યુ ખૂબ જ પહેલાં થયેલું હોવું જોઈએ.
સંસારત્યાગ
જ્યારે શ્રમણ ભગવાન મહાવીર અઠ્ઠાવીસ વર્ષના હતા ત્યારે તેમનાં માતા-પિતા કે જેઓ તીર્થંકર ભગવાનશ્રી પાર્શ્વનાથના ધર્મસંપ્રદાયને અનુસરતાં હતાં. તેમણે કુશ નામના ઘાસની પથારી પર તેમની બેઠક લીધી, દરેક પ્રકારનાં આહાર અને પીણાંનો ત્યાગ કરીને તેના દેહને ક્ષીણ બનાવી દીધા અને મૃત્યુ પછી તેઓએ સ્વર્ગીય લોકોના અચ્યુત દેવલોકમાં જન્મ ધારણ કર્યો.
શ્રમણ ભગવાન મહાવીરે અત્યંત અસહ્ય દુઃખોના સ્ફોટ દ્વારા પીડિત
~63~