________________
જાતને જળમાંથી બહાર આણેલા મત્સ્ય સમાન અનુભવતા હશે.
ક્લમના જરીક પ્રહાર વડે અગાઉના જીવનચરિત્રકારો મહાવીરના ગર્ભને દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભાશયમાંથી ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભાશયમાં સરળતાથી ફેરબદલી કરી શકે પરંતુ તે પછી ગોળ કાણામાં ચોરસ ખીલો બેસાડવા સમાન તે સરળ ન હતું.
તે સમયના યુવાનો કરતાં વર્ધમાનકુમારની જીવનશૈલી તદ્દન ભિન્ન હતી તે બાબત શંકાથી પર છે.
તેમણે ધનુર્વિદ્યા કે અન્ય શસ્ત્રોના ઉપયોગમાં તેમના બધા જ સાથીદારો કરતાં વધારે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાનો વિચાર કર્યો નહીં હોય, જેમકે તેમના જ સમકાલીનો પૈકીના એક ધર્મોપદેશક એવા ગૌતમબુદ્ધે કર્યું હતું અથવા તેમણે એમ કર્યું હોય એમ દર્શાવવામાં આવ્યું હતું. એડવિન આર્નોલ્ડ સૂત્રકૃતાંગ કે જે કદાચ અત્યંત પ્રારંભના ધાર્મિક કાનૂનોમાંનું એક છે તે તેના ચિંતનનું વલણ સ્પષ્ટ કરે છે.
(ભાષાંતર : જેકોબી ગ્રંથ 45 S-B-E) ત્યારબાદ એક અત્યંત અગત્યનો પ્રશ્ન ઊભો થાય છે કે જે પ્રત્યેક મનુષ્યના જીવનમાં પેદા થાય છે. ભૂતકાળની જેમ આજે પણ પ્રત્યેક યુવાન વ્યક્તિને તેના પોતાના લગ્નની સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ મહાવીર વર્ધમાનકુમારને જે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તે કંઈક જુદા જ પ્રકારની હતી.
પ્રથમ તો તેઓ પોતે અત્યંત સુંદર હતા. બધા જ પડોશી રાજાઓએ આવી સુંદર અને ગુણવાન વ્યક્તિને પોતાની કન્યાઓ પરણે તેમ વિચાર્યું હતું.
બીજી બાજુએ ત્રણે પ્રકારનું જ્ઞાન ધરાવતા એવા વર્ધમાનકુમાર હંમેશાં દરેકને લલચાવતા એવા લગ્નના નાટક (ની સમસ્યા)માં ઉપરછલ્લી નજર નાખવા માટે તેમજ તેમાં ઊંડા ઊતરવા માટે સક્ષમ હતા. તેથી તેઓ આ પ્રકારના અવસરની અનિચ્છા ધરાવતા હતા.
અને તેમ છતાં એક બળ-એક જીવંત બળની મહાવીર અવગણના કરી શકે તેમ ન હતા. અને તે (બળ) તેમની પોતાની માતા ત્રિશલાદેવી હતાં.
* ૬૦ ×