________________
પ્રકારની મહાન વ્યક્તિની પત્ની કોઈ સામાન્ય રસ્તે રઝળતી કન્યા ન હતી. જીવનચરિત્રકારોએ કહ્યું છે કે આ કન્યા તેના પિતા સમરવીર માટે ખરેખર અત્યંત કીર્તિ લાવી અને તેથી જે તેણીનું નામ યશોદા પાડવામાં આવ્યું. અને આપણા મનને સંતોષ આપવાની ઇચ્છા ધરાવતા જીવનચરિત્રકારો કહે છે કે યોગ્ય વ્યક્તિની યોગ્ય પત્ની તરીકે તે કન્યા બધી જ વાતમાં અનુરૂપતા અને યોગ્યતા ધરાવતી હતી.
અને હવે આપણે હવે એવી બાબતો એકત્રિત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ કે જે આપણને શ્રમણ ભગવાન મહાવીરના ગૃહસ્થજીવન વિશેનો ખ્યાલ આપી શકે. પરંપરા કહે છે કે
‘‘પૂર્ણચંદ્રની કિરણાવલિઓ જેવા શ્વેત ભવ્ય રાજમહેલના મધ્યભાગમાં તેઓ બંને રહેતાં હતાં, ઇન્દ્રિયોના શ્રેષ્ઠ આનંદ તેમની યોગ્ય ક્ષણોમાં તેઓ ભોગવતાં હતાં. ઇચ્છિત પદાર્થો તુરત જ મેળવતાં હતાં, તેમનાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કર્મો વડે, દેવોએ આપેલાં શ્રેષ્ઠ વસ્ત્રો, સુગંધી દ્રવ્યો, પુષ્પો, અલંકારો, આંજણો વગરે પણ મેળવતાં હતાં. ચિંતા અને રોગથી તેમણે સંપૂર્ણ મુક્તિ મેળવી હતી, તંબૂરા (જેવાં વાદ્યો)માંથી નીક્ળતા શાસ્ત્રીય સંગીતના મધુર પંચમ સ્વરો તેઓ ક્યારેક સાંભળતા હતાં, સ્વર્ગના લોકો (દેવો) તેમની સેવા માટે ખાસ કરીને આવતા હતો, ક્યારેક સ્વર્ગની અપ્સરાઓ તેમની સમક્ષ નૃત્ય કરતી હતી અથવા નાટ્યપ્રયોગો કરતી હતી તે તેઓ નિહાળતાં હતાં, ક્યારેક તેઓ કેટલાક ગંભીર વિષયો પર નિર્ણયાત્મક ચર્ચાઓ કરતાં હતાં, અને ક્યારેક પ્રાસંગિક રીતે કે (ક્યારેક) વારંવાર તેમનાં માતાપિતાની મુલાકાતો લેતાં હતાં. આમ વર્ધમાનકુમારે તેમનો સમય સંપૂર્ણ સુખમાં પસાર કરવાનું શરૂ કર્યું.
અગાઉના જીવનચરિત્રકારોએ તેમનાં ગૃહસ્થજીવન વિશેનાં વર્ણનોનું પુનનિર્માણ કરવાનો પ્રયત્ન કરી શકાય તે માટે આપણને ઉપયોગી થઈ શકે એવું બીજું કશું જ આપણને આપ્યું નથી.
ઉપર દર્શાવ્યા મુજબના વર્ણનો પર તેમજ તેમના ગૃહસ્થજીવનને લગતાં તેમણે પોતે આપેલાં વ્યાખ્યાનો અને થોડાંક વિશેષણો ઉપર જ આપણે આધાર રાખવો હતો. આ વ્યાખ્યાનો આપણને ઉપયોગી બનશે કારણ કે ગૃહસ્થજીવન વિશેના વર્ધમાન મહાવીરના વલણને તેઓ ખુલ્લું કરે છે.
* ૬૯ ×