________________
યુવાની યોગ્ય સમયે ભગવાન મહાવીરે (તેમના જીવનમાં) કોઈ પણ કમનસીબ ઘટના બન્યા સિવાય યુવાની પ્રાપ્ત કરી અને પારંપરિક રીતે એક યુવાન વ્યક્તિ ધરાવે છે તેમ અતિ સુંદર અને સર્વગુણસંપન્ન (યુવાન) તરીકે રજૂ કરવામાં આવ્યા. કાવ્યમય વર્ણન (તેમના અંગેનું) એક હેતુ માટે ઉપયોગી છે. અગાઉના જીવનચરિત્રકારો ધરાવતા હતા એવું શરીરરચનાશાસ્ત્રનું જ્ઞાન તે (જરૂરી હોય એમ) દર્શાવે છે. પરંતુ તદુપરાંત તે આ અગાઉના જીવનચરિત્રકારોનું મનોવિજ્ઞાન સમજવામાં દૃષ્ટિ આપે છે, અને ત્યારનાં માણસોના વિશિષ્ટ પહેરવેશની ઢબ-શૈલીની બાબતમાં તેમની કાવ્યમય પરિભાષા હોવા છતાં મહાવીરની કારકીર્દિના ઘણા વિશિષ્ટ ગુણો કે લક્ષણોને છતાં કરે છે.
““યુવાની આગળ વધવાની સાથે કાળા, નરમ અને સંવાળા-ચળકતા વાળવાળા વર્ધમાનકુમાર અત્યંત સુંદર લાગતા હતા. તેમનું મસ્તક સૌંદર્યથી ભરપૂર ચંદરવા સમાન લાગતું હતું, કાનના મૂળ સુધી પહોંચતાં પૂર્ણ કમળ જેવાં ખીલેલાં દેખાતાં બે ચક્ષુઓને લીધે તેમનું વદન રૂપાળું લાગતું હતું, તેમની છાતી શ્રીવત્સ વડે અલંત દેખાતી હતી, તેમનું પેટ પાતળું (સપાટફાંદ વિનાનું), ગુણવાન માણસના મનના વલણ જેવી ઊંડી નાભિથી શોભતું હતું અને તેની આસપાસ જમણેથી ડાબે તરફ જતાં વર્તુળાકાર ચિહ્નોથી અલંકૃત હતું, તેમની સાથળો સુંદર નરમ રોમથી લાલિત્યપૂર્ણ લાગતી હતી અને હાથીની સૂંઢ સાથે સામ્ય ધરાવતી હતી, તેમનાં કમળ સમાન ચરણ તેમની (આંગુલિકાઓની) ટોચ પર આવેલી નખની શ્રેણી કે જે ચિંતામણિ રત્નોની શ્રેણી જેવી લાગતી હતી તેનાથી શોભતાં હતાં અને તેઓ મગરમચ્છો, મસ્સો જેવા વિજયધ્વજનાં મંગળ ચિહ્નો વડે અંકિત હતાં. તદુપરાંત જાણે એવું લાગતું હતું કે વર્ધમાનકુમારના હૃદયના વક્રતાને પકડતા અંદેશાએ હૃદયને છોડીને તેમના રોમમાં પ્રવેશ કર્યો હતો. ઈન્દ્રની. (અન્ય) દેવોની અને અર્ધદેવોની સુંદરતા કરતાં પણ ચઢિયાતી એવી વર્ધમાનકુમારની યૌવનસભર સુંદરતાને જોઈને પડોશી રાજાઓએ રાજા સિદ્ધાર્થ પાસે તેમના પ્રતિનિધિઓ મોકલ્યા અને તેઓ પ્રતિનિધિઓ) બોલ્યા, “હે રાજન ! વર્ધમાનકુમારની શ્રેષ્ઠ સુંદરતાથી પ્રભાવિત થઈને
- ૬૫ -