________________
આવનાર સર્વેને તેમની બુદ્ધિમત્તાથી ચકિત કરી દીધા હોવા જોઈએ. અને હવે આપણું કાર્ય આવા બાળકની આવનારી યુવાની કેવી હોવી જોઈએ તે અંગેની ક્લ્પના કરવાનું છે.
‘‘હે બ્રાહ્મણો ! તમારે તમારા મનમાં એવું વિચારવું જોઈએ નહિ કે તેઓ માત્ર માનવ બાળ છે, (પરંતુ) તેઓ જિનેશ્વર છે કે જેમનું નામ ‘વીર’ છે, તેઓ ત્રણે લોકના આગેવાન છે અને તેમણે સર્વ જ્ઞાનનો અંતિમ છેડો જોયેલો છે.’
હું મારી જાતે નીચેનાં તારણો કાઢવા માટે લલચાઉં છું. (1) આ પ્રસંગો કૃષ્ણની દંતકથાઓથી પ્રભાવિત થયેલા છે. (2) તેમના બાળપણમાં મહાવીર તેમના સાથીદારો સાથે રમ્યા હોવા જોઈએ અને મજા કરી હોવી જોઈએ, અને તાકાત અને કૌશલ્યમાં તેમના રમતના બધા જ સાથીદારો કરતાં તેજસ્વી અને ચઢિયાતા હોવા જોઈએ અને આજ સૌથી વધારે શક્ય છે, કારણ કે તે લિચ્છવી રાજકુમાર હતા અને સમકાલીન બૌદ્ધ સાહિત્ય તેમને મહદાંશે રમતિયાળ રાજકુંવર જેમનો સમય યૌવનસહજ રમતોમાં તેમજ સાહસિક યુદ્ધ · કેળવણીમાં પસાર થાય છે તેવા પ્રદર્શિત કરે છે.
(3) મહાવીરે શૈક્ષણિક લાયકાતો મેળવવા માટે જવાની દરકાર બે કારણોસર નહીં કરી હોય.
(i)
પ્રથમ કારણ એ છે કે લિચ્છવી રાજકુમારોને એ રીતે તાલીમ આપવામાં આવતી ન હતી.
(ii) કારણ કે તેમને બધું જ પુસ્તકિયું જ્ઞાન અત્યંત છીછરું લાગ્યું હોવું જોઈએ અને પોતાના કે અન્ય હેતુ માટે તેમને બાળવયમાં થયેલ પાઠશાળાનું નુકસાન તેમણે યુવાનીમાં સમૃદ્ધ ગ્રંથો (કે પ્રબંધો)નો અભ્યાસ કરીને ભરપાઈ કર્યું હોવું જોઈએ.
પરંતુ તેઓ પ્રારંભથી જ અત્યંત દયાળુ અને સંપૂર્ણ રીતે સંસ્કારી હોવા જોઈએ.
* ૬૪ -