________________
મહાવીરનું જીવન લખવા બેઠા ત્યારે તેમણે મહાવીરને પણ તેમની બાળ વયમાં જ પગના અંગૂઠાના સ્પર્શ વડે મેરુ પર્વતને હલાવતા દર્શાવ્યા.
મહાવીરના બાળપણને રજૂ કરતો અંતિમ ધ્યાનાકર્ષક બનાવ તેમને જ્યારે શાળાએ મોકલવામાં આવ્યા ત્યારે બન્યો.
છે પરંતુ મહાવીરના જેવા બાળકની કેળવણી માટે તેનું શાળાજીવન જરૂરી હતું ? અને જીવનચરિત્રકારોએ વિચાર્યું, “વૈજ્ઞાનિક અને ધર્મશાસ્ત્ર અનુસારનું શિક્ષણ લેખન પાઠશાળામાં આપવામાં આવે તો પણ એક અહત માટે તે આમ્રવૃક્ષ પર આવકારનું તોરણ (કે જે આમ્રવૃક્ષનાં જ પાંદડાંનું બનેલું હોય છે) ગોઠવવા સમાન, અમૃતને મિષ્ટ કરવા સમાન, વાણીની દેવીને શિક્ષણ પદ્ધતિ શીખવવા સમાન, ચંદ્ર કિરણોની ઉજ્વળતા ઉપર શ્વેતતાનો ગુણ આરોપવા સમાન અને સુવર્ણ ઉપર તેને શુદ્ધ કરવાના આશયથી સુવર્ણ રાસનો છંટકાવ કરવા સમાન તે બની રહેશે. ભગવાન મહાવીર) આગળ વાણીનું પ્રદર્શન કરવું એ માતાની આગળ મામાના ગુણોનું વર્ણન કરવા સમાન અને તે સમુદ્રને સબરસ અર્પણ કરવા સમાન બની રહેશે.
અહીં સુધી તો બધું બરાબર છે અને આપણે કદાચ આજ વિચારણા હેઠળ વિચારીએ, પરંતુ અગાઉના જીવનચરિત્રકારો આનાથી સંતુષ્ટ થયા ન હતા કારણ કે કદાચ તેમણે વિચાર્યું હોય કે લોકો પોતે આનાથી (મહાવીરને પાઠશાળામાં નહીં મોકલવાથી) સંતુષ્ટ થશે નહિ.
અને કવિઓની કલમના સ્પર્શથી કે જે મહાવીરના અંગૂઠાના સ્પર્શ જેટલો જ શક્તિમાન છે તેણે (મે) મહાન દેવ ઈન્દ્રને પૃથ્વી પર ઊતાર્યા અને ગુરુની હાજરીમાં કે જે (ગુરુ) આવા ઝળહળતા આત્માને પણ શીખવવાની ક્ષમતા ધરાવવાનો દાવો કરવા માટે પૂરતા નિર્લજ્જ હતા તેમની હાજરીમાં જ) વર્ધમાનને તેમણે (ઈન્દ્ર) પ્રશ્નો પૂછ્યા કે જેના જવાબો ગુરુ પોતે પણ જાણતા ન હતા.
અને જોકે વર્ધમાનકુમાર કે જે હજી એક બાળક હતા તેમણે સર્વ પ્રજાજનો કે જેઓ બાળક શું જવાબ આપે છે તે જાણવા આતુર