________________
પછી ઈન્દ્રના વજની જેમ એક મુક્કો માર્યો અને દુઃખભર્યો અવાજ કરીને દેવ એક નાના બાળકની જેમ આજ્ઞાંકિત બની ગયો અને પશ્ચાતાપ કરવા લાગ્યો. “હે ત્રિલોકના નાથ, મેં આ દુષ્ટ કાર્ય કર્યું છે. મેં ઈન્દ્રના શબ્દોમાં વિશ્વાસ ક્યું નહિ, પરંતુ તેઓ તદ્દન સાચા હતા.” વગેરે.
આ બાબતને નિષ્પક્ષપાતપણે વિચારીએ તો જીવનચરિત્રકારોના મન ઉપર ગાઢ અસર કરનાર ભૂતકાળની કૃષ્ણની આખ્યાયિકાનું સ્મરણ કરાવે છે.
એ નોંધવું જોઈએ કે જીવનચરિત્રકારો કૃષ્ણની આખ્યાયિકાથી અત્યંત પરિચિત હતા. “અન્તગડાદસાઓ' તેમની સાથે સંબંધિત ઘણી હકીકતોનો સંદર્ભ આપે છે. કૃષ્ણની આખ્યાયિકાથી લોકો અત્યંત પ્રભાવિત હતા અને હું વિચારું છું કે આ ઘટનાઓ કૃષ્ણના જીવનમાં બનેલી ઘટનાઓ સાથે સ્પષ્ટ રીતે ગાઢ સંબંધ ધરાવે છે.
કૃષ્ણ પણ તેમના બાળપણમાં એક શક્તિશાળી નાગને વશ કર્યો હતો. મહાવીરના જીવનમાં આ પ્રસંગ એ માત્ર તેમને (વધારે નહીં તો) કૃષ્ણના જેટલા જ બહાદુર દર્શાવવા માટે હતો.
હવે આપણે એક બીજો પ્રસંગ જોઈશું કે જેમાં દેવ એક બાળકનું સ્વરૂપ ધારણ કરીને અન્ય (બાળકો) સાથે રમતા હતા. હું એ હકીકતનો નકાર કરવા માગતો નથી કે એક આગેવાનના પુત્ર એવા મહાવીર વર્ધમાન તેમના રમતના સાથીદારો સાથે રમતમાં ભાગ લેવો ન જોઈએ, કદાચ આઠ વર્ષના નાના બાળક એવા વર્ધમાને ચોક્કસપણે આમ કર્યું જ હશે. મુનિ રત્નપ્રભના કહેવા મુજબ તેઓ જોકે તેઓ રમત રમવાની જિજ્ઞાસાથી વિહિન હતા છતાં એક દિવસ તેમના સમવયસ્ક સાથીઓની પ્રેરણાથી તેમણે રમતમાં ભાગ લીધો એમ કહેવાનો કોઈ અર્થ નથી.
અહીં બે એકબીજા સાથે સાતત્ય તદ્દન ન ધરાવતા હોય એવા બે વિચારો જીવનચરિત્રકારોના મનમાં ઉદ્ભવતા જોવા મળે છે. તેમના નાયકને ઉત્તમ યોદ્ધા અને પૂર્ણ સંત તરીકે વિચારવાનું તેમને મન થયું હોય તે સ્વાભાવિક છે અને તેથી જ તેમની રજૂઆતો
- ૬૦ -