________________
અમારો આ પુત્ર જ્યારે અવતરશે, ત્યારે અમે તેનું નામ વર્ધમાન રાખીશું. આવા સુખદાયક ગુણો ધરાવવાને કારણે અમે આ નામ રાખીશું. ઇચ્છિત વસ્તુની અમારી આકાંક્ષા આજે પૂર્ણ થઈ. તેથી અમારા પુત્રનું નામ વર્ધમાન રાખીશું.
આ વર્ણન શ્રમણ મહાવીરના જન્મ પછી બારમા દિવસે સિદ્ધાર્થના મહેલમાં શું બન્યું હોવું જોઈએ તેનું ખરેખર સ્મરણ કરાવનારું છે અને આપણને આ બાબતે શંકા કરવાનું કોઈ કારણ નથી, કેમકે એક હિન્દુ માન્યતા છે અને હું ધારું છું કે તે અત્યંત સુસ્થાપિત થયેલી છે કે મંગળ વ્યક્તિનો જન્મ કે તેનું ઉમેરણ હંમેશાં રોજિંદી પ્રવર્તમાન સ્થિતિમાં હંમેશાં કંઈક ઉમેરણ કરે છે.
આપણે કર્મના સિદ્ધાંતની મદદથી આ પરિવર્તનને સમજાવી શકીએ. કોઈ નવી વ્યક્તિ સ્થાપિત પરિસ્થિતિમાં જો ખરેખર કાંઈ ઉમેરણ કરે છે તો તેનો અર્થ એ થાય કે આ નવું પરિણામ ભૂતકાળનાં કોઈ સારાં કર્મોને કારણે છે એમ કહી શકાય અને સ્વાભાવિક રીતે જ તે વ્યક્તિ કે જેની પાછળ ભૂતકાળનાં સારાં કર્મોનો બદલો રહેલો છે અને તે વધુ સારાં પરિવર્તનો લાવવા માટે પૂરતાં પ્રમાણમાં શુભ હોય છે.
બે વધુ ઘટનાઓ પણ ઘટી છે. એક તો રમતો રમતી વખતે અને બીજી શાળામાં રમતો રમતી વખતની ઘટનાઓ આ પ્રમાણે વર્ણવવામાં આવી છે.
જ્યારે વર્ધમાનકુમાર લગભગ આઠ વર્ષની ઉંમરના હતા (જોકે તેઓ રમતો અંગેની કોઈ જિજ્ઞાસાથી રહિત હતા), એક દિવસ તેમના સમવયસ્ક મિત્રો અને સાક્ષીઓની પ્રેરણાથી તેઓ તેમની સાથે નગરની બહાર ગયા અને ત્યાં કેટલાંક વૃક્ષોની નજીક તેમણે રમવાનું શરૂ કર્યું. પરસ્પરની સંમતિથી એવું નક્કી થયું કે (રમતમાં) જે હારી જાય તેણે બીજાઓને તેની પોતાની પીઠ પર સવારી કરવા દેવી.
તે વખતે દેવલોક સૌધર્મનો ઈન્દ્ર સભાગૃહમાં સૌધર્મ સભામાં દેવો સાથે વિવિધ રસપ્રદ મુદ્દાઓ વાતચીત કરી રહ્યા હતા અને હિંમત અંગેના વિષયને સ્પર્શીને તેઓ બોલ્યા, “હે દેવો ! ભગવાન
- ૫૮ -