________________
વિસંગતતામાં પરિણી હોય.
એ વલણ સાથે એ બાબતનો મેળ ખાય છે કે તેમની બાળવયથી જ મહાવીર એવી વિચારણા તરફ દોરાવાયા હોય કે - પોતાની મુઠ્ઠી વડે દેવની પીઠમાં શક્તિશાળી મુક્કો મારવા જેવા પ્રસંગો (પોતાના જીવનમાં) આવવાના છે. કદાચ તેમની પાસેથી (એવા) મનુષ્ય તરફ દયા લાવીને (આ પ્રસંગે) અવિચલિત રહે એવી અપેક્ષા પણ રાખવામાં આવી હોય, પરંતુ જીવનકથાકારો કૃષ્ણના જેટલા જ બહાદુર વ્યક્તિ તરીકે રજૂ કરવાની ઇચ્છા ધરાવતા હતા.
મિ. જેકોબી વિચારે છે તે તદ્દન શક્ય છે કે દેવની વાર્તામાં છે તેમ અગાઉ દેવાનંદાના ગર્ભાશયમાં ગર્ભસ્થ થયા હોવા છતાં ત્રિશલાના પુત્ર તરીકે ઓળખાતા બાળક રાજકુમારની હત્યા કરવાના પ્રયત્નો આપણને ભૂતકાળનું (જેમાં આવા પ્રસંગો બન્યા હોય) સ્મરણ કરાવે છે.
સાંભળતાં હજી વધારે ખરી લાગે એવી બાબત એ છે કે બાળક વર્ધમાને તેમના રમતના સાથીદારો સાથે મતની મજા માણી હોય અને તેમની જન્મજાત હોશિયારીને લીધે અન્યો કરતાં પોતાની જાતને વધારે શ્રેષ્ઠ સાબિત કરી હોય અને બીજા બધાને હરાવવા માટેની તાકાત ધારણ કરી હોય. પરંતુ આનાથી જીવન ચરિત્રકારોને સંતોષ થયો ન હતો કારણ કે મહાવીરનું જીવન આટલું સરળ અને સીધુંસાદુ હોય તેવું તેઓ વિચારી શકતા ન હતા.
કેટલાક ચમત્કારિક બનાવો બન્યા હોવા જોઈએ અને તેમના મનમાં તાજી એવી કૃષ્ણની વાર્તા મુજબ તેમણે રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હોય તે શક્ય છે અને આજ પરિણામ છે.
મને એ હકીકતની ખાતરી થઈ છે કે એકંદરે જીવનચરિત્રકારોનાં મન ઉપ૨ કૃષ્ણની કથાએ પ્રબળ અસર છોડી હતી અને તેને લીધે જ મહાવીર અંગેની તેમની રજૂઆતો પર મોટી અસર થઈ હતી. કૃષ્ણના જીવનની એક પ્રબળ માન્યતા કે તેમણે ગોવર્ધન પર્વતને (તેમની ટચલી આંગળી પર) ઊંચક્યો હતો તે (તેમના મનમાં) ક્ષીણ થઈ નહીં હોવાથી અગાઉના જીવનચરિત્રકારો જ્યારે
*૬૧ જ