________________
દ્વારા આપવામાં આવેલી બક્ષિસોની (તે પરિવારમાં) અતિશય વિપુલ પ્રમાણમાં વૃદ્ધિ થઈ, ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીરનાં માતા અને પિતાના મનમાં અત્યંત ચિંતનશીલ ઇચ્છનીય વિચાર આવ્યો જે નીચે મુજબનો હતો.
જ્યારથી અમારા આ બાળકે તેની માતાના ગર્ભાશયમાં ગર્ભનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારથી અમે અમારાં રજત અને સુવર્ણ, અમારી સમૃદ્ધિ અને ધાન્યમાં વૃદ્ધિ થતી જોઈ છે. અમે અમારા વાસ્તવિક રીતે અસ્તિત્વ ધરાવતી મૂલ્યવાન ચીજોમાં તેમજ પ્રેમ અને આદરપૂર્વક સગાંસંબંધીઓ દ્વારા આપવામાં આવેલી બક્ષિસોમાં ખૂબજ મોટી વૃદ્ધિ થતી જોઈ છે. તેથી જ્યારે આ છોકરો અમારા બાળક રૂપે અવતરશે ત્યારે (ઉપરોક્ત) બનાવોના અનુસંધાનમાં અમે તેને “વર્ધમાન એવા સુંદર નામથી સંબોધીશું કે જે નામ તેણે પ્રાપ્ત કરેલા તેના ગુણોમાંથી તારવી કાઢેલું છે.”
કવિતા તેમજ થોડીક અતિશયોક્તિ કે જે એવા જીવનચરિત્રકારો માટે તદ્દન સ્વાભાવિક છે કે જેઓ સ્પષ્ટપણે (કોઈ બાબતને) પારખવા માટે અત્યંત સમર્પિત છે તેના દ્વારા આપણે જોઈશું તો શક્ય છે કે કુંદાગ્રામના મહેલમાં બે હજાર પાંચસો વર્ષો પહેલાં ચોક્કસપણે શું બન્યું હતું તેનો કંઈક અંશે ખ્યાલ આવશે. (તમે એ) જોઈ શકશો કે શ્રમણ ભગવાન મહાવીરને શી રીતે નામ આપવામાં આવ્યું હતું તેનું વર્ણન કેટલું વાસ્તવિક છે.
“અગિયારમા દિવસ પછી કે જ્યારે બાળકના જન્મના સંબંધમાં અશુદ્ધિની પ્રક્રિયાઓની વિધિઓ પૂર્ણ થયા પછી, તે (દિવસ) પસાર થયો અને જ્યારે બારમો દિવસ આવ્યો તેમણે પુષ્કળ પ્રમાણમાં ખાદ્યપદાર્થો, પીણાં, મસલાની ચીજો અને સુગંધી દ્રવ્યો તૈયાર કરાવ્યાં. આ બધુ તૈયાર કરાવ્યા પછી તેમણે તેમના મિત્રો, જ્ઞાતિજનો, તેમનાં સગાંઓ, પરિવારજનો, સગાંસંબંધીઓ, અજ્ઞેયવાદીઓ, શેયવાદીઓ, કુટુંબીઓ અને જ્ઞાતા ક્ષત્રિયોની સાથે એકઠા થવા માટે નિમંત્રણો પાઠવ્યાં. તેમને આમંત્યા પછી તેમજ સ્નાનવિધિ પતાવ્યા પછી તેમણે તેમના કુળદેવતાઓને નૈવેદ્યો અર્પણ
- ૫૬ -