________________
સંતાડવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે દ્રોણમુખ કસબાઓમાં સંતાડવામાં આવેલા હતા કે જેમાં (ક્સબાઓમાં) ખુશ્કી કે તારી માર્ગો દ્વારા સહેલાઈથી પ્રવેશ કરી શકાય તેવા હતા. વિપુલ ખજાનાઓ કે જે સંવાહ નામની જગ્યાઓમાં સંતાડવામાં આવેલા હતા કે જે (સંવાહ) ધાન્યના દાણાઓમાંથી ફોતરાં દૂર કરવા માટે યોગ્ય (ખળીઓ) હતી. વિપુલ ખજાનાઓ કે જે સન્નિવેશ નામની જગ્યાઓમાં સંતાડવામાં આવેલા હતા કે જે (સન્નિવેશ) જગ્યાઓ વણજારોના, યાત્રાળુઓના સંઘોના અને લશ્કરોના પડાવ માટે યોગ્ય હતી, વિપુલ ખજાનાઓ કે જે ત્રિકોણ આકારની જગ્યાઓમાં સંતાડવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે ત્રિભેટા પર (જ્યાં ત્રણ રસ્તાઓ મળે છે ત્યાં), ચક્લા પર (જ્યાં ચાર રસ્તાઓ મળે છે ત્યાં) અને જ્યાં ઘણા રસ્તાઓ મળે છે ત્યાં છૂપાવવામાં આવેલા હતા. વિપુલ ખજાનાઓ કે જે ચારે બાજુએ દ્વાર આવેલાં હોય એવી જગ્યાઓમાં છૂપાવવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે જાહેર રસ્તાઓની નીચે દાટવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે એવી જગ્યાઓમાં સંતાડવામાં આવેલા હતા કે જ્યાં અગાઉ ગામડાંઓ હતાં પરંતુ અત્યારે તેઓ નિર્જન બની ગઈ હતી, વિપુલ ખજાનાઓ એવી જગ્યાઓમાં સંતાડવામાં આવેલા હતા કે જ્યાં અગાઉ કસબાઓ હતા, પરંતુ અત્યારે તેઓ નિર્જન બની ગઈ હતી, વિપુલ ખજાનાઓ કે જે ગામડાંઓની ગટરોની નીચે છુપાવવામાં આવેલા હતા. વિપુલ ખજાનાઓ કે જે કસબાઓની ગટરોની નીચે છૂપાવવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે દુકાનોમાં સંતાડવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે દેવોના મંદિરોમાં સંતાડવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે સભાગૃહો કે ધર્મશાળાઓમાં સંતાડવામાં આવેલા હતા કે જ્યાં મુસાફરો તેમની રસોઈ બનાવતા હતા, વિપુલ ખજાનાઓ કે જે તરસ્યા મુસાફરોને મફત પાણી પીવડાવવામાં આવતું હતું એવી જગ્યાઓમાં સંતાડવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે બગીચાઓમાં છુપાવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે કસબાની નજીક આવેલા આનંદબાગમાં છુપાવેલા હતા કે જ્યાં લોકો ગરમીની ઋતુમાં મનોરંજન માટે જતા હતા, વિપુલ ખજાનાઓ કે જે એક જ પ્રકારનાં અસંખ્ય વૃક્ષો ધરાવતાં જંગલોમાં છુપાવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે વિવિધ
- ૫૪ -