________________
જીવનચરિત્રલેખકોએ કદાચ કેટલાક બનાવોનો સંબંધ બાંધીને નિર્ણય કરવા માટે પ્રેરાયા હશે કે તેમના દ્વારા (બનાવો દ્વારા) વર્ધમાન મહાવીરને તેમનું પોતાનું નામ અપાયું.
હવે આપણે આ બનાવોને સમજવા પ્રયત્ન કરીશું અને કોઈ પણ નિર્ણય આપતાં પહેલાં આપણે તેમનું પૃથક્કરણ કરીશું. | પ્રથમ સવાલ એ છે કે શી રીતે તેઓ મહાવીર તરીકે જાણીતા થયા. પરંપરા તેને આ રીતે વર્ણવે છે.
હરિણગામેશી દ્વારા શ્રમણ ભગવાન મહાવીરને જ્યારે રાજમહેલમાં લાવવામાં આવ્યા તે સમયથી શરૂઆત કરીએ તો તિર્યાગ જૈભક દેવો કે જેઓ વૈશર્મન કે કુબેર આદેશોનું પાલન કરતા હતા અને તે કુબેર) જેઓ શક્રેન્દ્રના આદેશોનું પાલન કરતાં હતા તેઓ (ભક દેવો) તેમને રાજા સિદ્ધાર્થના મહેલમાં લાવ્યા કે જ્યાં ઘણા સમયથી તેના માલિકો દ્વારા વિશાળ ખજાનાઓ જમીનમાં દાટવામાં આવ્યા હતા એવા વિપુલ ખજાનાઓ કે જે તેમના માલિકોથી વંચિત થઈ ગયેલા હતા, વિપુલ ખજાનાએ કે જેમની કોઈ કાળજી લેવામાં આવતી નહતી અને તેમાં પ્રત્યેક વર્ષે કંઈ જ ઉમેરો થતો નહતો, કારણકે તેમને માલિકોએ તેમનો ત્યાગ કર્યો હતો, વિપુલ ખજાનાઓ કે વારસ વિહીન સ્થિતિમાં મૃત્યુ પામ્યા હતા અને વિપુલ ખજાનાઓ કે જે એવી વ્યક્તિઓ દ્વારા મૂકવામાં આવ્યા હતા કે જેમના પરિવારના સભ્યો અને ઘરો નાશ પામેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે ગામડાંઓમાં કે થોડી વસતીવાળી વસાહતોમાં સંતાડવામાં આવ્યા હતા, કે જેઓ (ગામડાંઓ) ચારે બાજુએથી કાંટાની વાડથી ઘેરાયેલાં હતાં અને
જ્યાં વાર્ષિક કર લેવામાં આવતો હતો, વિપુલ ખજાનાઓ જે અગર કે ખાણોમાં સંતાડેલા હતા કે જે (ખાણો) લોખંડ, તાંબુ અને અન્ય ધાતુઓનાં પ્રાપ્તિસ્થાનો હતાં, વિપુલ ખજાનાઓ કે જે નગર કે કસબામાં સંતાડેલા હતા કે જેની (નગરની) ફરતે ઊંચી દિવાલોવાળા કિલ્લા હતા અને તેમાં) ફરસબંધ રસ્તાઓ હતા અને તેઓ કોઈ પણ પ્રકારના કરથી મુક્ત હતા. વિપુલ ખજાનાઓ કે જે ખેડામાં અથવા એવી જગ્યા કે જે બધી બાજુએથી કાદવની બનેલી ઊંચી દિવાલોથી ઘેરાયેલી હોય ત્યાં દાટવામાં આવેલા હતા, વિપુલ ખજાનાઓ કે જે નિમ્ન કક્ષાના કબાડા પ્રકારના કસબાઓમાં
- ૫૩ -