________________
તેમની જાતને ચુસ્ત રીતે બાંધી રાખવામાં અવશ્ય મુશ્કેલી અનુભવે અને આ જ હેતુથી બ્રાહ્મણોના દેવી બાબતોના સિદ્ધાંતમાંથી દેવો અંગેની વાત બૌદ્ધો અને જેનો પોતાના તાબામાં લઈ શક્યા. - દેવો માત્ર ભીંતચિત્રોમાં રજૂ થયેલા હોય છે કે જેથી મંદિરો ઉઘાડા ન લાગે. બધા જ દેવો બધી જ બાબતોમાં અહંત, બુદ્ધ કે જિન કરતાં ઉતરતી કોટિના હોય છે. તેઓ હંમેશાં જિન, અહંત કે બુદ્ધને મોટા દેખાડવા માટેની ઉત્તમ પાર્થભૂમિ પૂરી પાડે છે.
આધ્યાત્મિક રીતે બધા જ દેવોને ઊતરતી કક્ષાના રજૂ કરવામાં આવ્યા છે. ક્યારેક આ દેવોને (પારકાના ઘરની વાતો જાણવા માટે) ઉત્સુક બતાવવામાં આવ્યા છે. ક્યારેક આ દેવો પોતાનામાં નથી એવી ખાતરી હોવાથી તેઓ અહંતોની તાકાતની કસોટી કરવાનો પ્રયત્ન કરે છે.
તેઓ કેવળ સામાન્ય પ્રજા કરતાં ઊંચી કક્ષાએ હોય છે અને પુણ્યશાળી કાર્યો કરવાને લીધે તેઓએ સ્વર્ગલોકમાં તેમની હાલની આવી સ્થિતિ પ્રાપ્ત કરેલી છે.
જેનોના દૃષ્ટાંતોના અહેવાલોના પવિત્ર ગ્રંથોમાંના એકમાં જ્યારે સામાન્ય ભક્તજનો (ઉપાસકો) પણ તેમની લાયકાત સિદ્ધ કરે છે અને દેવો (તેમની આગળ) પ્રેત જેવા બિહામણા અને ફિક્કા લાગે છે.
અત્રે એક કે બે ઘટનાઓ અસ્થાને નહીં ગણાય. (ઉવસગદસાઓમાંથી ઘટના ટાંકો....)
આપણે છેલ્લા પ્રકરણમાં જોવાનો પ્રયત્ન કર્યો તે મુજબ ઈન્દ્ર આ બધા દેવોનો આગેવાન છે અને અન્ય દેવોની માફક જ તેણે પોતાનાં પુણ્યશાળી કર્મો દ્વારા આ સ્થાન પ્રાપ્ત કર્યું છે, પણ કદાચ અન્ય દેવોની ઉપરના ક્રમે તેણે વધુ મોટું અને કીમતી સ્થાન પ્રાપ્ત કર્યું છે એમ ધારવામાં આવે છે. (કાર્તિક શેઠની ઘટનાનો સંદર્ભ લો.) .
પરંતુ તે આ સ્થાન માટેની યોગ્યતા ભાગ્યે જ ધરાવે છે. જો તેમ હોત તો તે એ જે બનવાનું પ્રતિનિધિત્વ કરવા માગે છે તેને બદલે તે સામાન્ય લોકો ધરાવે છે એવી જ તદ્દન સામાન્ય સહજવૃત્તિઓ ધરાવે છે. ચામાજેન્દ્ર સામેનો તેનો રોષ આ અંગેનું એક દષ્ટાંત છે.
પરંતુ આવી રજૂઆતોમાંથી અને વળી વિરોધી સંપ્રદાયનાં વિરોધી
- ૫૧ -