________________
માતાના આ વિચારો (જે વ્યવહારમાં આણેલા વિચારો નહીં પરંતુ જો તે માત્ર સ્વપ્નો હોય). જો તે વાસ્તવિક સ્વપ્નો ન હોય તો તે પણ મહાવીર જેવા (મહાન) બન્યા તેવા તેમને બનાવવા માટે મહદ્ અંશે ચોક્કસપણે જવાબદાર હોવા જોઈએ. આ બીજમાંથી પર્યાવરણે સુવિધા અને ઠંડક પૂરી પાડતા પર્ણોરૂપી ફળ ધારણ કરેલાં હોવાં જોઈએ, જેણે સ્વતંત્રપણે પછીથી સમગ્ર માનવજાતિને ઉમદા સેવા પૂરી પાડી હતી.
શૈશવ
બે હજાર પાંચસો વર્ષ પહેલાં, તે કાળમાં (ચોક્સ વર્ષ આપણે પછીથી નક્કી કરીશું) તે વખતે ચૈત્ર માસના શુક્લ પક્ષના તેરમા દિવસે નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થયા પછી મધ્યરાત્રિએ જ્યારે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો ચંદ્ર સાથે સંયોગ થયો ત્યારે પીડારહિત એવાં ત્રિશલા ક્ષત્રિયાણીએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો.
અગાઉના જીવનચરિત્ર લેખકો પણ ઉમેરે છે કે જ્યારે તેનો જન્મ થયો ત્યારે જ્યારે કોઈ મહાન વ્યક્તિ પૃથ્વી પર આવે છે ત્યારે થાય છે અને થવું જોઈએ એ જ રીતે ગ્રહો સર્વોત્તમ સ્થિતિ ધરાવતા હતા, ચંદ્ર પણ શ્રેષ્ઠ સ્થિતિ ધરાવતો હતો, દિશાઓ શાંત, અંધકારવિહીન અને અવ્યગ્ર હતી. બધાં પક્ષીઓ જય જય એવો અવાજ કરતાં હતાં, એ વખતે દક્ષિણનો સુખદાયક પવન ધીરેથી જમીનને સ્પર્શતો હતો, પૃથ્વી, અન્ન અને અન્ય પદાર્થોથી ભરપૂર હતી, તંદુરસ્તીને કારણે લોકો આનંદિત હતા અને રમતિયાળપણે એકબીજાનું મનોરંજન કરતા હતા.
પરંપરા પણ વિશિષ્ઠ શોભાસ્પદ રીતે આગળ વર્ણવે છે કે જુદી જુદી દિશાઓમાંથી જુદા જુદા દેવો કેવી રીતે આવ્યા અને તેમની ઉપાસના કરી. ડૉ.દલ્કે બૌદ્ધો માટે જે કહે છે તે જૈનાના કિસ્સામાં પણ એટલું જ લાગુ પડે છે. તેઓ અલૌકિક દેવ કે જેણે સૃષ્ટિની રચના કરી છે તેમાં તેઓ ક્યારેય માનતા ન હતા. બૌદ્ધ અને જૈન ઈશ્વરશાસ્ત્રમાં એટલા માટે દેવોને સમાવવામાં આવ્યા છે કે નબળા છોડવાઓ નવી માટીમાં અસુવિધા ન અનુભવે. નહીંતર નવધર્માન્તરિત રૂઢિચુસ્ત બ્રાહ્મણો કર્મના લોખંડી સિદ્ધાંતનો ભેદ જાણવા જેટલા બુદ્ધિમાન ન હતા તેઓ નવા સંપ્રદાયમાં
~40~