________________
કર્યાં અને મંગળ ધાર્મિક વિધિઓ અને પ્રાયશ્ચિત અંગેની ક્રિયાઓ કરી. (ઉત્સવ પ્રસંગો માટે અનુરૂપ એવાં) મંગળ, શ્રેષ્ઠ રાજદરબારી વસ્ત્રો ધારણ કર્યાં અને તેમના દેહોને વજનમાં હલકા છતાં અતિ મૂલ્યવાન એવા અલંકારોથી આભૂષિત કર્યાં. ભોજનવેળાએ તેઓ ભોજનખંડમાં શ્રેષ્ઠ સુવિધાયુક્ત રાજદરબારી આસનો ઉપર તેમના મિત્રો, જ્ઞાતિજનો, સગાંઓ, પરિવારજનો, સગાંસંબંધીઓ, અજ્ઞેયવાદીઓ, જ્ઞેયવાદીઓ, કુટુંબીઓ અને શાતા ક્ષત્રિયોની સાથે બેઠા. તેમણે શેરડી વગેરે જેવા પદાર્થો ચાખ્યા કે જેમાંનો થોડોક ભાગ ખાવાનો હોય છે અને મોટો ભાગ ફેંકી દેવાનો હોય છે, ખજૂર, રસભર્યાં ફળો વગેરે જેવા પદાર્થો તેમણે આરોગ્યા કે જેનો મોટો ભાગ ખાવાનો હોય છે અને થોડોક બી જેવો ભાગ ફેંકી દેવાનો હોય છે, ભોજનની ચીજો જેવી કેટલીક વસ્તુઓ તેનો કોઈ જ ભાગ ફેંકી દીધા સિવાય આખેઆખી ખાઈ ગયા અને ભરપૂર માત્રામાં રહેલાં ખોરાક, પીણાં અને સુગંધિત દ્રવ્યોમાંથી (જરૂર પૂરતું લઈને) તેમણે તેમની વચ્ચે તેમનાં ભોજનપાત્રોની ફેરબદલી કરી.
તેમણે ભોજન કર્યું અને ભોજન પછી તેઓ બેઠકખંડમાં ગયાં, જ્યાં તેમણે તેમનાં મોં સાફ કર્યાં, આહારના ક્શોને તેમજ તૈલી પદાર્થોને (મોંમાંથી) દૂર કર્યા અને સંપૂર્ણરીતે સ્વચ્છ થઈને તેમણે અનેકવિધ પુષ્પો, વસ્ત્રો, સુગંધીદ્રવ્યો (અત્તરો), માળાઓ અને અલંકારોથી તેમના મિત્રો, જ્ઞાતિજનો, જ્ઞાત્રિકા ક્ષત્રિયોની ભવ્ય આગતા-સ્વાગતા કરી અને પછી તેઓએ તેમના મિત્રો, જ્ઞાતિજનો વગેરેને આ પ્રમાણે કહ્યું.
“અગાઉથી પણ હે દેવોના પ્રિય ! જ્યારે આ અમારો પુત્ર ગર્ભસ્થાનમાં પેદા થયો ત્યારે નીચે મુજબનો ચોક્કસ નિર્ધાર અમારા મનમાં અમે ર્યો, અમારો પુત્ર પેદા થયો (ગર્ભાવસ્થામાં) તે સમયથી અમારું રૂપું વૃદ્ધિ પામ્યું, અમારું સુવર્ણ, માલમિલકત, ધાન્ય, રાજ્યવિસ્તાર વૃદ્ધિ પામ્યાં, અમારો આનંદ અને પરોણાગત કરવાનો સ્વાગત સમારંભ ખૂબ જ મોટા પ્રમાણમાં વૃદ્ધિ પામ્યાં તેમ જ પડોશના રાજાઓને અમે અમારે તાબે કર્યા.
• ૫૦ •